બેન્ક ડિફોલ્ટરો ઉપર તૂટી પડશે સરકાર
બેંક ડીફોલ્ટરો ઉપર કેન્દ્ર સરકાર તૂટી પડશે. નાણામંત્રી અ‚ણ જેટલીએ સંકેત અપી દીધો છે કે ડીફોલ્ટરોના મામલે ભારત સરકાર ખૂબજ ગંભીર છે.
નાણામંત્રી અ‚ણ જેટલીએ મીડિઆ સાથે વાત કરતા જણાવ્યું હતુ કે વિજય માલ્યાનો મુદો અમે બ્રિટન સરકાર સાથે જલ્દી ઉઠાવવાનાં છીએ ખાસ કરીને જે ડીફોલ્ટરો બ્રિટન, દુબઈ સહિતના દેશોમાં નાસી ગયા છે. અને કાયદાકીય છટકબારી શોધીને ભારત પરત આવવા માગતા નથી તેમના મામલા અંગે ભારત સરકાર ખૂબજ સંવેદનીલ છે. ખાસ કરીને ૯૦૦૦ કરોડ રૂપીયાનો મામલો લિકર કિંગ વિજય માલ્યા સામે છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ભારતનું પાડોશી રાજય ચીને ડીફોલ્ટરોના ડેબીટ ક્રેડિટ કાર્ડ હવાઈ મુસાફરી સહિતના હૂકકાપાણી બ્લોક કરી દેવા સુધીના આકરા પગલા ભર્યા છે. જી હા, ચીનની સરકારે તો ડીફોલ્ટરોના પાસપોર્ટ ઝૂંટવી લઈ તેમની હવાઈ મુસાફરી જ પ્રતિબંધીત કરી દીધી છે. તેથી દેશ છોડીને ભાગી જવાનો તો સવાલ જ કયાંથી ઉભો થાય?