ચેન્નઈમાં સુપર સોનિક બાર્ક-૮ મિસાઈલનું સફળ પરીક્ષણ કરાયું
દેશની સુરક્ષા માટે તત્પર રહેતા સેનાના જવાનો માટે જમણા હાથ સમાન ઉપયોગી એટી રેડિયેશન મિસાઈલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. ૨૬મી જાન્યુઆરીની પરેડમાં આ મિસાઈલ સેનાને ભેટ કરવામાં આવી શકે છે. એન્ટી રેડિયેશન મિસાઈલ દુશ્મનોની તમામ સર્વિલન્સ અને રડાર સિસ્ટમથી બચી જશે. આ મિસાઈલનું પરિક્ષણ સુખોઈ-૩૦ એમકેઆઈ ફાઈટર જેટને ધ્યાનમાં લઈ કરવામાં આવ્યું છે. ન્યુ જનરેશન મિસાઈલ ૧૦૦ કિ.મી.ની રેન્જ સુધી કામ કરી શકે છે.
આ મિસાઈલ હવાથી જમીન ઉપરના દુશ્મનોનો ખાત્મો કરવા સક્ષમ છે. રક્ષા તેમજ વિકાસ સંગઠન ડીઆરડીઓ દ્વારા એનજીએઆરએમ નામની મિસાઈલ તૈયાર કરવામાં આવી છે. ભારત અને રશિયાના સહકારથી આ સુપર સોનિક મિસાઈલ બની છે. ગુરૂવારે ડીઆરડીઓ નેવીએ સંયુકત રીતે હવાના દબાણ અને છત્તાં લાંબી દૂરીના લક્ષ્યાંકને વિંધી શકે તેવી વધુ એક અત્યાધુનિક બાર્ક મિસાઈલનું ચેન્નઈમાં પરીક્ષણ કર્યું હતું. રક્ષામંત્રી નિર્મલા સિતારમને આ પરીક્ષણ માટે ડીઆરડીઓ અને નેવીને અભિનંદન પાઠવ્યા હતા અને આ લક્ષ્યને ઐતિહાસિક હોવાનું કહ્યું હતું.
સુપર સોનિક બાર્ક-૮ મિસાઈલ સિસ્ટમના ઈન્ટર સેપ્શન રેન્જ ૭૦ થી ૧૦૦ કિ.મી.ની સુધીની છે જે દુશ્મનોના ફાઈટર પ્લેન, ડ્રોન, હેલીકોપ્ટર, મિસાઈલ, ફાઈટર પ્લેન અને અન્ય હથિયારોથી દેશની રક્ષા કરશે.