ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી છે, છતાં પણ ગેરકાયદેસર રીતે રાજ્યમાં દારૂનું વેચાણ થઈ રહ્યું છે. ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં થોડા થોડા દિવસોમાં દારૂનો ગેરકાયદેસર જથ્થો પડકી પાડવામાં આવે છે. તંત્રને જાસા આપી દારૂ માફિયાઓ દારૂની સપ્લાય અને વેચાણમાં રોજ નવા નવા તરીકા અપનાવે છે. હાલમાં મળતી માહિતી મુજબ રાજકોટમાં દારૂનો જથ્થો પકડવામાં આવ્યો છે.
રાજકોટ શહેરની ગાંધીગ્રામ-2ની પોલીસ યુનિટેએ મળેલી માહતી મુજબ રૈયાગામની આગળ રૈયા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પાછળ આવેલા ખેતરમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. જેમાં પોલીસે બે આરોપીને પકડ્યા છે. જેમાં એક વિજય અનિલ વાણીયા અને બીજા જયરાજ વીરજી રોજાસરા છે. જેમને રૈયા સુએઝ પાછળ આવેલા ખેતરમાં આ વિદેશી દારૂનો જથ્થો જમીનમાં દાટી રાખ્યો હતો.
પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવેલા દારૂના જથ્થામાં રોયલ ચેલેન્જ ક્લાસિક પ્રિમિયમ વિહસ્કીની 18 બોટલ, મુનવોલ્ક ઓરેન્જ વોડકાની 54 બોટલ અને, કાઉન્ટી ક્લબ ડિલક્સ વિહસ્કીની 42 બોટલ. પોલીસ દ્વારા કુલ 114 દારૂનો બોટલ સાથે બે બાઈકો સહીત ટોટલ 1,07,800નો માલ કબ્જે કરવામાં આવ્યો છે. જેમાં બંને બાઈકની કિંમત 70,000 અને દારૂની કિંમત 37,800 છે.