ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ સોફ્ટ ડ્રિંક પેપ્સી અને ગોરા રંગ કરવાનો દાવો કરતી એક પ્રોડક્ટની એડ કરવા માટે ના કહી દીધી છે. કોહલીના પ્રમાણે આ પ્રોડક્ટ જંક ફૂડ અને નસ્લવાદ ને વધારો આપે છે.
ઇન્ડિયન ક્રિકેટ ટીમના સૌથી મોટા સિતારા 28 વર્ષીય વિરાટ કોહલીએ એ નિર્ણય કર્યો છે કે ટે એ જ પ્રોડકટ ની એડ કરશે જેનો તે ઉપયોગ કરી શકે.
વિરાટ સાથે કામ કરતાં એક વ્યક્તિએ જણાવ્યુ હતું કે વિરાટના આ નિર્ણયની સૌથી વધુ અસર પેપ્સીને થાશે. જેમનો પ્રચાર તે 2011 થી કરી રહ્યા હતા. પેપ્સી સાથે વિરાટનો આ કરાર આ વર્ષે એપ્રિલમાં પૂરો થઈ જશે.
કોહલીએ વિજ્ઞાપનોના મેનેજમેંટ કરવા વાળી કોર્નરસ્ટોનએ આ મુદા પર કઈ બોલવાની ના કહી દીધી છે. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન સાથે કામ કરતાં લોકોએ જણાવ્યુ હતુંકે કોહલી પોતાની સામાજિક જવાબદારીને લઈને ઘણા સક્રિય બની ગયા છે.