જામજોધપુર તાલુકા પેટ્રો. ડિઝલ એસો.એ. રજુઆત કરી’તી

એક બે ઉઘોગપતિ ખાનગી કંપનીને સાચવવા પગલા લેવાતા ન હોવાનો આક્ષેપ

જામનગર જીલ્લાના જામજોધપુર સહિત રાજયભરમાં સરકારને કરોડો રૂપિયાની વેટ ચોરી કરી વેચાતા ડીઝલના કૌભાંડ અંગે સરકારમાં રજુઆત છતાં પગલા નહીં લેવાતા અનેક તર્ક વિતર્ક થઇ રહ્યા છે.

ગુજરાત સરકાર દ્વારા થોડા સમય પહેલા વેટની આવકમાં ઘટાડો થવા માટે બાયોડીઝલ તેમજ એલ.ડી.ઓ. વેચાણકર્તા પર દરોડો પાડી ખોટી રીતે વેચાણ કરતા હોવાથી બંધ કરાવ્યું હતું. સીધી અસર ગુજરાત સરકારની વેટ આવકની તિજોરી પર દ્રષ્ટિગોચર થઇ અને વેટની આવકમાં વધારો જોવા મળ્યો હતો.

સમગ્ર ગુજરાતમાં ક્ધઝયુમર પંપો પ્રાઇવેટ કંપની દ્વારા ધમધમી રહ્યા છે. આ ક્ધઝયુમર પંપમાં માત્ર ડીઝલનું જ વેચાણ થતું હોય છે. અને ડીઝલ પંપો  પોતે જ વપરાશકર્તા હોય તે હેતુથી બજાર ભાવ કરતા રૂ. ર રૂપિયા પ્રતિ લીટર સસ્તા ભાવે ડીઝલ મળતું હોય છે.

આ ડીઝલ પોતે જ વપરાશ માટે લઇ શકે તેનું ફરીથી વેચાણ થઇ શકે નહી અને વહેંચી બીલ પણ આપી શકે નહીં પરંતુ ખાનગી કં૫નીઓ આવા ક્ધઝયુમર પંપો આપી અને ખુલ્લા બજારમાં પ્રતિ લિટર રૂ. ર  ઓછા ભાવે વેચાણ કરવા માટે કોઇ રોકટોક વિના વેચાણ કરાવે છે.

જામજોધપુર  તાલુકામાં જામજોધપુર વિવિધ કાર્યવાહી સહકારી મંડળી દ્વારા આવો પંપ ચલાવાય છે. તેમજ જામનગર-પોરબંદર તેમજ જુનાગઢ જીલ્લા સહિત ગુજરાતભરમાં આવા પંપો છે. અને નવા પંપો ખોલવાની ફિરાકમાં છે. જેની સીધી અસર ગુજરાત સરકારની તિજોરી પર પડે છે. અને સરકારને કરોડો રૂપિયાની વેટની સીધી નુકશાની જાય છે.

સરકાર એક બે ઉઘોગપતિ અને પ્રાઇવેટ કંપનીને સાચવવા સરકારી તિજોરીને નુકશાનકારક કરોડોની વેટ ચોરીના કૌભાંડને નજર અંદાજ કરી રહી છે. આ બાબતે ઘણા પેટ્રોલ પંપ માલીકોએ સરકારને વારંવાર લેખીત રજુઆત કરેલ છે પરંતુ આ પ્રાઇવેટ કંપનીઓ વિરુઘ્ધ કરોડો રૂપિયાની સરકારને વેટની નુકશાનીની જવા છતાં પગલા લેતી નથી અને ભેદી મૌન ધારણ કરી શા માટે બેઠી છે? તે વો વેધક સવાલ જામજોધપુર પેટ્રોલિયમ ડીલર એસો. પ્રમુખ હરેશ બારીયા દ્વારા ઉઠાવાઇ રહ્યો છે. આ અંગે ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલીયમ ડીલર્સ એસો. દ્વારા નવેમ્બર માસમાં ગુજરાતના નાયબ મુખ્ય મંત્રીને પણ લેખીતમાં જાણ કરેલ છતાં સરકાર કેમ ચુપ છે તેવા સવાલો ઉઠાવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.