શિક્ષકો તેમજ શૈક્ષણિક સ્ટાફની નિયુકતી યુજીસી અંતર્ગત કરવામાં આવે છે ત્યારે તેના દ્વારા માન્ય જર્નલો જ નિષ્ફળ
અભ્યાસક્રમમાં પુસ્તકોનું મહત્વ હોય છે પરંતુ જો પુસ્તકો સાચુ, જરૂરી જ્ઞાન આપી શકે નહીં તો ? રિસર્ચરોના અભ્યાસ મુજબ યુજીસી દ્વારા માન્ય કરાયેલી ૮૮ ટકા જર્નલ ગુણવતામાં નિષ્ફળ સાબિત થઈ છે. વિવિધ યુનિવર્સિટીઓના સુચન મુજબ જર્નલોની ગુણવતા ઓછી છે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દિલ્હી દ્વારા માન્ય કરાયેલી જર્નલોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાંથી ઘણા જર્નલ ઉતરતી કાક્ષાના હોવાનું યુનિવર્સઓનું કહેવું છે. ગત વર્ષે યુજીસીએ ૩૫૦૦ જર્નલને માન્યતા આપી હતી. યુજીસી માન્ય જર્નલોની ભુવન પતવર્ધને ગુણવતા તપાસી હતી. જેના આધારે સારા પબ્લિકેશનની પ્રેકટીસ ન ધરાવતા જર્નલોની ટકાવારી ૮૮ ટકાની છે.
અભ્યાસમાં ૫૬૯૯ જર્નલમાંથી ૧૩૩૬ જર્નલોનું કરવામાં આવ્યું હતું. જેમાંથી ૧૦૦૯ એટલે કે ૩૪.૫ ટકા જર્નલો એડ્રેસ, વેબસાઈટ, ડિટેલ, માહિતી સાથે નિષ્ફળ સાબિત થઈ હતી તો તેમની ૫૨.૬ ટકામાં ખોટી માહિતી હતી માટે જાણવામાં આવ્યું કે ૮૮ ટકા જર્નલો ગેરમાન્ય છે પરંતુ યુજીસી દ્વારા આવી પુસ્તકોને મહત્વ કઈ રીતે આપી તે અંગે પ્રશ્ર્ન છે. લિસ્ટ કરાયેલા જર્નલોનો વેબ ઓઈન્સમાં ઉમેરવામાં આવ્યું હતું. યુજીસીની પુસ્તકો દ્વારા ટચરોને કોલેજ તેમજ યુનિવર્સિટીઓમાં નિયુકત કરવામાં આવતા હોય છે. યુજીસીને ત્રણ ભાગમાં વિભાજીત કરવામાં આવ્યું છે. વિજ્ઞાન, સામાજીક વિજ્ઞાન અને આર્ટસ-માનવતા, યુજીસી અંતર્ગત શિક્ષકોની ભરતી કરવામાં આવતી હોય છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,