૩૮૩ રૂમ, ગ્રીન રુફ, સ્વીમીંગ પુલમાં ઉપરી પડતા પાણીના ઝરણા અને અંડર ગ્રાઉન્ડ રૂમથી સજ્જ હોટેલ પર્યટકોનું ખાસ આકર્ષણ બનશે
બેઈઝીંગના આંતરરાષ્ટ્રીય એરપોર્ટની અદ્ભૂત ડિઝાઈન અને માળખાગત સુવિધાના ફોટા ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વમાં ધુમ મચાવી રહ્યાં છે, ત્યારે ચીન ઈન્ટરનેટને પણ ચોંકાવનારૂ નવું સાહસ કરવા જઈ રહ્યું છે. ચીનના સંધાઈમાં ૧૯ માળની અંડર ગ્રાઉન્ડ હોટેલ બનવાની છે. જેના માત્ર ૨ જ માળ જમીનની બહાર રહેશે તો ૧૭ માળ ભુતળમાં દબાયેલા રહેશે. તેમના બાંધકામના માત્ર વિચારો જ દિલ ખુશ કરી દે તેવા છે.
સોગજીયાંગ જિલ્લામાં બનનારી ૧૦૦ મિટર ઉંડી હોટેલ સંધાઈ શહેરી થોડી જ દુર છે. રિપોર્ટના આધારે હોટેલની બ્રિટીશ ડિઝાઈન અને એન્જીનીયરીંગ પેઢીની આ ડિઝાઈન પાસ કરી દેવામાં આવી છે. આ હોટેલનું નિર્માણ નવેમ્બર ૨૦૧૩ી શરૂ કરવામાં આવ્યું છે. દુબઈ અને જાપાનની આશ્ર્ચર્યજનક ઈમારતોની સો હવે ચીન સ્પર્ધા કરવાના મુડમાં છે.
હોટેલના ફાયનલ લુકને વધુ આકર્ષક બનાવવા માટે જોરશોરી મામણ કરવામાં આવી રહી છે. આ હોટેલ પ્રાકૃતિક સૌંદર્યની ીમ પર આધારીત છે. ૩૮૩ રૂમ, ગ્રીન રૂફ, અંડર ગ્રાઉન્ડ રૂમ અને સ્વીમિંગ પુલમાં ઉપરી પડતું ઝરણું આલીશાન અંડર ગ્રાઉન્ડ હોટેલને વધુ ખાસ બનાવે છે. હોટેલની ડિઝાઈન માટષ તેના કાચ પાણીની સતત અવરજવર હોય તેવા મુવિંગ રાખવામાં આવ્યા છે. આ પ્રકારનું સાહસ ચીન પ્રથમ વખત કરી રહ્યું છે. આ હોટેલની વાતો જેટલી આકર્ષક છે, જેનો લુક પણ એટલો જ અદભૂત રહેશે જે પર્યટકો માટેનું ખાસ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,