થોડા મહિનામાં રિલાયન્સ ટાવરોની સંખ્યા ૧૦ લાખથી વધારી બે ગણી કરશે
માર્કેટ કેપની દ્રષ્ટીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તાતા ક્ધસલટન્સી સર્વિસીસ (ટીસીએસ)ને પછાડી દેશની સૌથી મૂલ્યવાન લીસ્ટેડ કંપની બની ગઈ છે. આ સફળતાની સાથોસાથ જીઓ દ્વારા આગામી સમયમાં પોતાનું નેટવર્ક બે ગણુ કરી ગ્રાહકોની સંખ્યા દસ કરોડથી વધારવાનોે ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. ટૂંક સમયમાં રિલાયન્સ એક લાખ એડીશ્નલ મોબાઈલ સાઈટ ઉભી કરશે. હાલની દ્રષ્ટીએ જીઓ વિશ્ર્વનું સૌથી વિશાળ નેટવર્ક હોવાનો દાવો કંપનીએ કર્યો છે.
માર્ચ-૨૦૧૭ના આંકડા અનુસાર જીઓના ૧૦ કરોડથી વધુ સબસ્ક્રાઈબર છે. જે દર મહિને ૧૧૦ કરોડ ગીગાબાઈટ ડેટા ટ્રાફિક તેમજ ૨૨૦ કરોડ વોઈસ અને વિડીયો મીનીટસ પર ડે નો ઉપયોગ કરે છે. અમેરિકાના ઉપભોકતાઓની સરખામણીએ જીઓના ગ્રાહકોની સંખ્યા પહોંચી ગઈ છે. જયારે ચીન કરતા ૫૦ ગણા વધુ ગ્રાહકો જીઓ પાસે છે. જીઓએ આગામી નવી ટેકનોલોજી ૫-જી ને વિકસાવવા અનુ‚પ પોતાનું નેટવર્ક ગોઠવ્યું છે. માર્ચ-૨૦૧૭ જીઓની એવરેજ ડાઉનલોડ સ્પીડ ૧૫ એમબીપીએસ હોવાનું ટ્રાયના માઈ સ્પીડ પોર્ટલમાં નોંધાયું છે. આ ઝડપ અન્ય ઓપરેટરો કરતા બે ગણી વધુ છે. જીઓ એક લાખ મોબાઈલ ટાવર સાથે વિશ્ર્વનું સૌથી મોટુ ગ્રીનફીલ્ડ ૪જી એલટીઈ વાયરલેશ બ્રોડબ્રેન્ડ નેટવર્ક ધરાવે છે. આગામી સમયમાં આ ટાવરની સંખ્યા બે ગણી કરવામાં આવશે.
ગઈકાલે સ્ટોક એકસચેન્જ બંધ થયા બાદ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો માર્કેટકેપ ‚ા.૪,૬૦,૫૧૮ કરોડ હતું. જે તેના કટ્ટરહરીફ થી વધી ગયો છે. રિલાયન્સની સરખામણીએ ટીસીએસમાં સુધારો વધુ થતા આ ફાયદો રિલાયન્સને મળ્યો છે. એક તરફ નિષ્ણાંતો રિલાયન્સના જીઓને નુકસાન ગણાવે છે ત્યારે નિષ્ણાંતોના મત અનુસાર જીઓનું આ નુકસાન એક રીતે વન ટાઇમ ઈન્વેસ્ટમેન્ટ છે તેણે વર્ષોવર્ષ કમાણી કરવામાં મદદ‚પ રહેશે. આગામી સમયમાં જીઓની ગ્રાહકોની સંખ્યા બે ગણી થઈ જશે તેવું નિષ્ણાંતોનું માનવું છે.