ડો. મહેતા હોસ્પિટલની મેડિકલ પધ્ધતિથી પ્રભાવિત; ટોચના સિનિયર ફિઝીશ્યન સાથે વાર્તાલાપ કર્યો; સિનર્જી ટીમ દ્વારા ઈન્ટ્રાવાસકયુલર અલ્ટ્રાસાઉન્ડ, રીટાએબ્લેશન દ્વારા જટીલ કેસોની સારવાર કરી
હ્રદયરોગની સચોટ સારવાર કરી નવો કીર્તિમાન સ્થપનાર જાણીતા પદ્મશ્રી ડો. અશ્વિન મહેતાએ તાજેતરમાં સૌરાષ્ટ્રની ટોચની સિનર્જી સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલની મુલાકાતે આવ્યા હતા અને તેઓએ કાર્ડિયોલોજી ટીમ ડો.વિશાલ પોપટાણી , ડો. કિંજલ ભટ્ટ, ડો. નીલેશ માંકડિયા , ડો. શ્રેણિક દોશી , ડો. સત્યમ ઉધરેજા, ડો. તેજસ પંડ્યા , કાર્ડિયોવાસક્યુલર સર્જન ડો. માધવ ઉપધ્યાય , ડો. અજય પાટીલ અને કાર્ડિયો એનેસ્થેટીક ડો. ઉદ્ધવ નાયકની સાથે પાંચ હ્રદયની અતિ જટીલ સર્જરી કરી સારવાર સફળ કરી હતી.
ભારતના સીનીયર મોસ્ટ હ્રદયરોગ નિષ્ણાન્ત મુંબઈની જસલોક હોસ્પિટલના કાર્ડિયોલોજીના ડાયરેક્ટર ડો. અશ્વિન મહેતા છેલ્લાં ૪૦ વર્ષથી હ્રદયની બીમારીની સારવાર કરે છે. સંખ્યાબંધ કાર્ડિયોલોજીના પ્રેરણાસ્ત્રોત અને માર્ગદર્શક તરીકે ડો. અશ્વિન મહેતાનું નામ ખુબ જાણીતું છે. હ્રદયની અતિ જટીલ ગણાતી અનેક સારવાર પદ્ધતિમાં પણ તેમનું યોગદાન રહ્યું છે. ત્તેઓએ ૫૦ હજારથી વધુ એન્જીયોપ્લાસ્ટી અને ૭૫ હજારથી વધુ દર્દીઓની એન્જીયોગ્રાફી કરી છે.
ડો. અશ્વિન મહેતાને ૨૦૦૪ માં ભારત સરકાર દ્વારા પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. લાઈફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ , મહારાષ્ટ્ર ગૌરવ એવોર્ડ, મહાવીર મહાત્મા એવોર્ડ,ઇન્ડિયન મેડીકલ એસોસીએશન દ્વારા ૨૦૦૮ માં ડોકટર એવોર્ડ સહીત અનેક એવોર્ડથી તેઓનું સન્માન કરવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્રની સિનર્જી સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલમાં પાંચ હ્રદયરોગના દર્દીઓની જટીલ સર્જરી સારવાર કરવામાં આવી હતી.
જેમાં ઇન્ટ્રા વાસક્યુલર અલ્ટ્રા સાઉન્ડ (આઈવીયુએસ ) તેમજ હ્રદયના લોહીની નળીની તપાસ તેમજ લોહીની નળીમાં કેટલી માત્રામાં બ્લોકેજ છે તેની પણ પ્લાસ્ટી કરવામાં આવી હતી. રોટા એબ્લેશન કે જેમાં લોહીમાં ભળેલુ કેલ્શિયમદૂર કરવા બલુનથી સારવારન થઇ શકતી હોય ત્યાં ડ્રિલિંગ પદ્ધતિથી સારવાર કરવામાં આવી હતી. ઉપરાંત ઈમ્પ્લાટેશન, પોસ્ટ બાયપાસ કેલ્શિયમ, સ્ટેન્ટીંગ કરવામાં આવ્યું હતું.
સિનર્જી સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલની કાર્ડિયોલોજી ટીમડો. કિંજલ ભટ્ટ, ડો નીલેશ માંકડિયા,ડો.વિશાલ પોપટાણી, ડો. શ્રેણિક દોશી, ડો. સત્યમ ઉધરેજા, ડો તેજસ પંડ્યા, ડો. માધવ ઉપધ્યાય, ડો. અજય પાટીલ સહીતની ટીમ સાથે રહી હતી અને ડો. અશ્વિન મહેતા કાર્ડિયોલોજી ટીમથી ખુબ પ્રભાવિત થયા હતા અને સિનર્જી હોસ્પિટલ ની સુવિધા અને મેડીકલ ટીમ ને બિરદાવી હતી.
ડો. અશ્વિન મહેતા એ સૌરાષ્ટ્રમાં તમાકુના બંધાણી તેમજ પરિશ્રમ ઓછો અને લાઈફ સ્ટાઈલના પરિણામે હ્રદય રોગના દર્દીઓની સંખ્યામાં ચિંતા જનક વધારો થાય છે. લોકોએ પરિશ્રમ, નિયમીત કસરત, પ્રાણાયામ, યોગ કરવા જોઈએ તેમજ તમાકુ કે તૈલી પદાર્થ ઉપર અંકુશ રાખવો જોઈએ.
પદ્મશ્રી ડો., અશ્વિન મહેતાની રાજકોટની મુલાકાત દરમિયાન રાત્રે ઈમ્પીરીયલ પેલેસ હોટલ ખાતે રાજકોટના સીનીયર મોસ્ટ એમ.ડી. અને ફિઝીશિયન સાથે હ્રદયની સારવાર અંગે સીએમઈ યોજાઈ હતી.
સંપૂર્ણ સારવાર એટલે સિનર્જી, સિનર્જી સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલ માં ક્રીટીકલકેર ડો. જયેશ ડોબરીયા, ડો. મિલાપ મશરૂ, ડો. દર્શન જાની, ડો. જીગર પાડલીયા , ન્યુરો વિભાગ માં ડો. દિનેશ ગજેરા, ડો. સંજય ટીલાળા , ડો. પ્રસાદ તેમકર, ન્યુરો ફિઝીશિયન ડો. કલ્પેશ સનારીયા,લેપ્રોસ્કોપિક સર્જન ડો.રાજન જગડ, ડો. ધર્મિલ દોશી, ઓર્થોપેડીક ડો. નરશી વેકરીયા, ડો. પરેશ પંડ્યા, કાર્ડિયોલોજી ટીમ ડો.વિશાલ પોપટાણી, ડો. કિંજલ ભટ્ટ, ડો. નીલેશ માંકડિયા, ડો. શ્રેણિક દોશી, ડો. સત્યમ ઉધરેજા, ડો. તેજસ પંડ્યા, ડો. માધવ ઉપધ્યાય, ડો. અજય પાટીલ સહીતની બેસ્ટ ડોકટરોની ટીમ ઉપલબ્ધ છે.
તબીબી વિદ્યામાં હ્રદયને લગતી સારવારમાં દર વર્ષે નવી નવી ટેકનીક શોધાઈ રહી છે. વન હોલ કીની સારવાર બાદ હવે અતિ આધુનિક સારવાર ઝઅટછ (ટી એ વી આર) માં એક પણ કાપા વગર હ્રદયના વાલ્વની સારવાર થઇ શકે છે.વિશ્વની ટોચની હોસ્પિટલોમાં ઝઅટછ દ્વારા સારવાર થઇ રહી છે.
રાજકોટની સિનર્જી સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલમાં આ સારવાર તેના પ્રમાણિત તબીબ ડો. વિશાલ પોપટાણી અને ડો. માધવ ઉપાધ્યાય દ્વારા સૌરાષ્ટ્રમાં એક માત્ર સેન્ટરમાં થઇ રહી છે.
સિનર્જી હોસ્પિટલના કાર્ડિયોલોજીસ્ટ ડો. વિશાલ પોપટાણી એ લંડનથી ખાસ ફેલોશીપ મેળવી છે તો માધવ ઉપધ્યાયએ હ્યદયની મોરલી અને મહાધમનીની ફેલોશીપ કેનેડાથી હાંસલ કરી છે.
માનવ માટે અશીર્વાદરૂપ ગણાતી વાલ્વ બદલવાની આ ઝઅટછ પદ્ધતિ તથા માઈટ્રલ, પલ્મોનરી, ટ્રાઇક સ્પીડ, વાલ્વનું પ્રત્યારોપણ ઓપેરશન સરળતાથી સફળ થાય છે. આ પદ્ધતિ દર્દીને ત્રણ કે ચાર દિવસમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવે છે અને બાદમાં તેમનું રૂટીન વર્ક રાબેતા મુજબ કાર્યરત થાય છે.