અબતક,રાજકોટ
શહેરના વકીલોના સંગઠન બાર એશોસીએશનની ચુંટણીનો પ્રચાર પુર જોશમાં ચાલી રહ્યો છે. ત્યારે જીનીયસ પેનલના ઉમેદવારો જેમાં પ્રમુખ પદ માટે અર્જુનભાઈ પટેલ, ઉપપ્રમુખ પદે બીમલભાઈ જાની, સેક્રેટરી ના પદે પી.સી.વ્યાસ, જોઈન્ટ સેક્રેટરી પદે દીવ્યેશભાઈ મહેતા, ખજાનચી ના પદે ડી.બી.બગડા, લાયબ્રેરી સેક્રેટરી ના પદે અજયભાઈ જોશી, તેમજ નવ સભ્યોની કારોબારી ના પદ માટે ના ઉમેદવારો અજયસિંહ ચૌહાણ, રાજેશ ચાવડા, હિરેન ડોબરિયા, હપાણી, મોનીશ જોશી, રાજેન્દ્ર જોશી, કુકડીયા રજનીક, કલ્પેશભાઈ મૈયડ, રવી આ તમામ ઉમેદવારો એ આજરોજ સરધાર ખાતે નવ નિર્મિત સ્વામીનારાયણ મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના અવસરે સ્વામી નિત્યસ્વરૂપદાસજી, પતિત પાવન સ્વામી, બાલમુકુંદ સ્વામી, સહીતના સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોએ જીનીયસ પેનલના તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી વિજય પ્રાપ્ત કરે તેવા આશિર્વાદ આપવામાં આવ્યા તેમજ નવાજ જોશ સાથે કામગીરી શરૂ કરવાની પ્રેરણા આપી.
પતિત પાવન સ્વામી અને બાલમુકુંદ સ્વામી, સહીતના તમામ સાધુ સંતોએ જીનીયસ પેનલના ઉમેદવારોને જીતની શુભેચ્છા પાઠવી. ભાગવદ કથાકાર જીજ્ઞેશદાદાએ જીનીયસ પેનલના તમામ ઉમેદવારોને શુભેચ્છા પાઠવી ભગવદ ગીતા ના અધ્યાય નું જ્ઞાન પીરસીને શ્રી કૃષ્ણ દ્વારા કરવામાં આવેલ અધર્મ નો અંત , ધર્મની સ્થાપના કરવામાં આવી તે જ્ઞાન પીરસીને જીનીયસ પેનલના તમામ ઉમેદવારોના જુસ્સામાં વધારો કરાવ્યો. બારની ચુંટણી માં ખુબજ બહુમતીથી જીતવા શુભેચ્છા પાઠવી હતી.
બાર એશોસીએશન ની આગામી ચુંટણીનું વાતાવરણ દિવસે ને દિવસે રસપ્રદ થતું જણાય છે જીનીયસ પેનલના સમર્થનમાં હિરેનભાઈ શેઠ , ચીમનભાઈ સાકળીયા, જયેન્દ્રભાઈ ગોંડલીયા દ્વારા ઉમેદવારી પરત ખેંચવામાં આવી. જીનીયસ પેનલના કાર્યાલય ખાતે અનામત આયોગ ગુજરાત રાજ્યના ચેરમેન અને રાજકોટ નાગરીક સહકારી બેંકના સીનીયર ડીરેક્ટર હંસરાજ ગજેરા ઉપસ્થિત રહ્યા હતા. જીનીયસ પેનલના તમામ ઉમેદવારોને આગામી ચુંટણી માટે શુભેચ્છા પાઠવી હતી.
સમાજમાં વકીલોનું યોગદાન અને સર્વાંગી વિકાસ સાથે પૂર્વ રાજયપાલ વજુભાઇવાળાએ પાઠવી શુભેચ્છા
બહોળી સંખ્યામાં વકીલોની ઉપસ્થિતિથી જીનીયસ પેનલ સારા એવા મતો થી જંગી બહુમતી સાથે જીતશે એવી શુભેચ્છા પાઠવી હતી કર્ણાટક ના ભુતપૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા ની મુલાકાત લીધેલ આ મુલાકાત સીનીયર અને જુનીયર વકીલોના સંગઠન તેમજ એકતા વિષે ચર્ચા કરેલી તેમજ સમગ્ર વકીલ આલમ ને એક નવી દિશા તરફ ધપાવવા માટે આશિર્વાદ આપેલા તેમજ તમામ ક્ષેત્રના વકીલોને સાથે રાખી વકીલોનો સર્વાંગી વિકાસ થાય અને સમાજમાં વકીલોનું આગવું યોગદાન પ્રાપ્ત થાય તેના માટેનું માર્ગદર્શન આપેલુ તેમજ સમાજના દરેક ક્ષેત્રોમાં ન્યાયને સુગમતાથી અને સરળતાથી લોકોમાં પ્રાપ્ત કરાવી શકાય તેના માટે ઘણા બધા સૂચનો કરેલા વધુમાં વજુભાઈ વાળા એ ચુંટણી કેવા સંજોગોમાં અને કેવી રીતે જીતી શકાય તે વિષે માર્ગદર્શન આપતા જણાવેલ હતું કે લોકોની લાગણી જીતવી ખુબજ મહત્વની હોઈ છે. લોકો ના હ્રદયમાં પોતાનું એક નિશ્ચિત સ્થાન મેળવવું તેવી જીત સાથે શુભેચ્છા પાઠવી હતી.
બારની‘ પ્રતિષ્ઠા’ભરી ચૂંટણીમાં સમરસ અને જીનિયસની આબરૂ દાવ પર
રાજકોટ બાર એસોસીએશનની પ્રતિષ્ઠાભરી ચૂંટણી લડવા પ્રમુખ પદ પર 7 ઉમેદવાર સહિત વિવિધ હોદા ઉપર કુલ 58 દાવેદારોએ ઉમેદવારી નોંધાવી હતી જેમાં ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે કુલ 8 ફોર્મ પરત ખેંચાયા હતા. અને બાર એસોસીએશનની ચૂંટણીમાં હોવી પ્રમુખ સહિતના 16 હોદા ઉપર 50 ઉમેદવારો વચ્ચે જંગ જામશે બાર એસોસીએશનની ચૂંટણીમાં રોમાંચક માહોલ સર્જાયો છે.
પ્રમુખ સહિત 6 હોદ્દા અને મહિલા કારોબારી સહિત 16 પદ માટે 50 વકીલો વચ્ચે જંગ :
તારીખ 17 ડિસેમ્બરે ચૂંટણી અને સાંજે મતગણતરી
કોરોનાની મહામારીના કારણે ગત વર્ષે રદ રહેલી રાજકોટ બાર એસોસીએશનની ચૂંટણી આગામી 17મી ના રોજ યોજાવા જઈ રહી છે ત્યારે ચૂંટણીમાં જંગ જામ્યો હોય તેમ સમરસ પેનલ અને જીનિયસ પેનલના ઉમેદવારો સહિત સ્વતંત્ર ઉમેદવારી નોંધાવનાર કુલ 58 ઉમેદવારો ચૂંટણી લડવા ઉમેદવારી ફોર્મ ભર્યા હતા જેમાં પ્રમુખ પદના ઉમેદવાર સહિત 8 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે. જેમાં પ્રમુખ પદના ઉમેદવાર નાનાલાલ માકડીયા અને પ્રતીક ભટ્ટ, સેક્રેટરી પદના ઉમેદવાર હિરેન શેઠ, જોઈન્ટ સેક્રેટરી પદના ઉમેદવાર દિવ્યેશ છગ અને ચીમનલાલ સાકળિયા, ટ્રેઝરર પદના ઉમેદવાર જયેન્દ્ર ગોંડલીયા તેમજ કારોબારી સભ્યના ઉમેદવાર મિલન જોષી અને હર્ષદ બારૈયા પોતાના ફોર્મ પરત ખેંચી અન્ય ઉમેદવારોને ટેકો જાહેર કરતા બાર એસોસીએશનની ચૂંટણી રોમાંચક બની છે.બાર એસોસીએશનની પ્રતિષ્ઠાભારી ચૂંટણીમાં ભાજપ પ્રેરિત બે પેનલ આમને સામને આવતા ચૂંટણીઓ માહોલ ગરમાયો છે. જ્યારે રાજકોટ બાર એસોસિએશનના સતત બે સુધી સેક્રેટરી પદ પર જીત હાંસલ કરી સતત ત્રણ વર્ષ સુધી સેક્રેટરી પદ પર રહી ઇતિહાસ રચનાર એડવોકેટ જીજ્ઞેશ જોષીએ પ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવતા બાર એસોસીએશનની ચૂંટણીમાં ભારે રસાકસીનો જંગ જામ્યો છે.