૧૩ જૂન સુધી વિવિધ ધાર્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે: સંસના ઉપપ્રમુખને શ્રધ્ધાંજલી આપવા સંતવાણી યોજાઈ
ખોડીયારધામ આશ્રમ તા મારૂતિ ગૌશાળા ભક્ત મંડળના સંયુક્ત ઉપક્રમે રાજકોટ-મોરબી હાઈ-વે પર અકસ્માતે મૃત્યુ પામેલા જીવની શાંતિ ર્એ નિત્ય રામ વિષ્ણુ યજ્ઞ તથા છપ્પન ભોગ મહોત્સવનું આયોજન તા.૧૬ મેથી તા.૧૩ જૂન દરમિયાન સવારે ૯ થી રાત્રે ૧૦ કલાક સુધી મોરબી હાઈ-વે રાજકોટ ખાતે કરાયું હતું.
કાર્યક્રમ દરમિયાન તા.૨૦ના રોજ હૃદયરોગના હુમલાથી સંસના ઉપપ્રમુખ હરેશભાઈ લાખાણીનું મૃત્યુ નિપજયું હતું. ટ્રસ્ટી મંડળના જિતુભાઈ જાડેજા, રક્ષિતભાઈ કનોલા, પરેશભાઈ હરસોડા, રામજીભાઈ લિંબારિયા, જગદિશભાઈ વેકરિયા સહિતનાં સભ્યો દ્વારા હરેશભાઈ લાખાણીને શ્રધ્ધાંજલી ર્એ સંતવાણી તેમજ રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું.
રાજકોટ-મોરબી હાઈ-વે પર અકસ્માતે મૃત્યુ પામેલા મૃતકના સ્નેહિજનોને અધિક જેઠના દસમનાં દિવસે નિ:શુલ્ક સામૂહિક તર્પણકાર્યમાં જોડાવા સંસ દ્વારા અનુરોધ કરાયો હતો.