તૃણમૂલ કોંગ્રેસની સાથે તેલંગણા રાષ્ટ્રીય સમિતિ એકલા હાથે ચૂંટણી લડવાની તૈયારીમાં ,જેડીયુના 5 ધારાસભ્યો ભાજપમાં જોડાયા

છેલ્લા ઘણા સમયથી રાજકારણમાં ઉથલ-પાથલ થતી જોવા મળી રહી છે. નીતીશ કુમારે પણ એનડીએ સાથે છેડો ફાડયો છે. અને બિહારના મુખ્યમંત્રી બનવાનું સ્વપ્ન પણ જોઈ રહયા છે. પરંતુ હાલની સ્થિતિ મુજબ વિપક્ષોમાં પણ ફૂટફાટ જોવા મળી રહી છે. મમતા બેનર્જીની ટીએમસી અને કેસીઆરની તેલંગાણા રાષ્ટ્રીય સમિતિ એકલા હાથે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. ત્યારે લોકસભાની ચૂંટણીમાં વિપક્ષને એક રાખવા નીતીશ આજથી 2 દિવસ દિલ્હીમાં ધામા નાખ્યા છે. એટલુંજનહી નીતિષ કુમારની જેડીયુના 6 ધારાસભ્યો પૈકી 5 ધારાસભ્યો ભાજપમાં જોડાતા પક્ષમાં પણ ખડભળાટ મચી ગયો છે. ત્યારે સમયજ બતાવશે કે નિતિષના દિલ્હીના ધામા વિપક્ષ માટે કેટલા ફાયદારૂપ નીવડશે.

નીતીશ કુમાર સ્વચ્છ છબી ધરાવે છે, પરંતુ તે વિપક્ષને કેટલી અસરકારતા સભીત થશે તે સમયજ બતાવશે. પરંતુ હાલની સ્થિતિએ વિપક્ષોમાં ફાટફૂટ પડતી હોવાનું સામે આવ્યું છે. બે દિવસના દિલ્હી પ્રવાસમાં નીતીશકુમાર સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને ઓમ પ્રકાશ ચૌટાલને મળે તેવી પૂર્ણ શક્યતા જોવામાં આવી રહી છે. બીજી તરફ, જેડીયુની કારોબારીની બેઠક બાદ તેઓએ કહ્યું હતું  કે દેશની જનતા બધુ જોઈ રહી છે.

આગામી 2024 લોકસભાની ચૂંટણીની ધ્યાને લઇ નીતીશકુમારે કહ્યું કે તમામ વિપક્ષ પાર્ટીઓએ એક થવાની તાતી જરૂરિયાત છે.જો આ શકય બનશે તો લોકસભા ચૂંટણીનું  પરિણામ કંઈક અલગ જ હશે. આ વાતને વિપક્ષ કેટલો સહકાર અને સાથ આપશે તે સમય જ કહેશે. ત્યારે બીજી તરફ મણિપુરમાં જેડીયુ તૂટવા પર નીતીશકુમારે કહ્યું કે હાલ રાજકારણમાં નવા ઢંગથી કામ કરવામાં આવી રહ્યું છે. કેટલાક ધારાસભ્યો બિહાર આવ્યા હતા, ત્યારે ખબર પડી હતી કે તમામને ભાજપમાં સામેલ કરી રહ્યા છે.

જેડીયુની રાષ્ટ્રીય કારોબારીની બેઠક યોજાઈ, તે પૂર્વજ જેડીયુને મોટો ફટકો પડયો છે. મણિપુરમાં જેડીયુના 6માંથી પાંચ ધારાસભ્યો ભાજપમાં જોડાઈ ગયા છે,  આ માહિતી મણિપુર વિધાનસભા સચિવાલય દ્વારા મળી હતી. જેડીયુ આ વર્ષે માર્ચમાં યોજાયેલી મણિપુર વિધાનસભા ચૂંટણીમાં 38 સીટો પર ચૂંટણી લડી હતી, જે પૈકી છ સીટ પર જીત હાંસલ કરી હતી. હવે મણિપુરમાં જેડીયુનો એક ધારાસભ્ય છે. સભ્યો ભાજપમાં જોડાયા છે તેનાથી ભાજપને ખૂબ જ મોટો ફાયદો થાય તો નવાઈ નહીં કારણ કે હવે જેડીયુ નો માત્ર એક જ ધારાસભ્ય મણીપુરમાં છે જેથી ભાજપની પકડ પણ વધે તેવી પૂર્ણ શક્યતા સેવામાં આવી રહી છે.

એનડીએ સાથે છેડો ફાડિયા બાદ નીતીશકુમાર પ્રથમ વખત દિલ્હી પ્રવાસે જઈ રહ્યા છે ત્યારે તેમની આ ત્રણ દિવસની મુલાકાત વિવિધ પાર્ટીઓ માટે કેટલા અંશે ઉપયોગી નિવડશે તે જોવાનું રહ્યું. તરફ કોંગ્રેસ પક્ષના પ્રમુખની ચૂંટણી પણ નજીકના સમયમાં જ યોજાશે અને રાહુલ ગાંધીને ફરી કોંગ્રેસના પ્રમુખ બનાવવામાં આવે તેવી અટકળો પણ તેજ બની છે જેના માટે કોંગ્રેસ પક્ષના નેતાઓ સતત રાહુલ ગાંધીને મનાવવા માટે આગળ આવી રહ્યા છે. કેસીઆરે પણ પોતાનો ઈરાદો સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે તેઓ કોંગ્રેસ સાથે નહીં પરંતુ પોતાનો ત્રીજો મોરચો ખોલી આગામી લોકસભાની ચૂંટણી લડશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.