વિશ્વની સૌથી મોટી લોકશાહી નું માન ધરાવતા ભારતની પંચાયતી રાજની ચૂંટણી વ્યવસ્થા નીતિ આધારિત માનવામાં આવે છે .
વિશ્વના અનેક નવા રચવામાં આવેલા દેશો અને બંધારણે ભારતની ચૂંટણી વ્યવસ્થા અપનાવી છે ,ભારતનું લોકતંત્ર લોકો માટે, લોકો દ્વારા, ચાલતા શાસનનું એક આદર્શ ઉદાહરણ છે, અહીં ની પંચાયતી ચૂંટણી વ્યવસ્થામાં લોકમત ને સર્વોપરી ગણવામાં આવે છે, અને લોકોધારે તેને જ સત્તાની જવાબદારી મળે છે, તેવી વ્યવસ્થા માં ક્યાંય ખુરશી માટે લાગવગ કે વિચારધારા ની અદલા બદલીને બંધારણીય અવકાશ નથી.
પરંતુ આઝાદીના અમૃત વર્ષની ઉજવણી કરી રહેલા ભારત ના પ્રખર રાજકીય ખેરખાઓમાં જેની ગણતરી થાય છે તેવા બિહારના ખૂબ જ નિવડેલા મુખ્યમંત્રી અને કેન્દ્ર સરકારમાં પણ અનેક વખત મંત્રી પદની ભૂમિકા ભજવનાર નીતીશ કુમારે ખુરશી મેળવવા માટેની રાજનીતિ અને વિચારધારાની અદલાબદલીમાં મહેરત હાંસલ કરી છે… આજે નીતીશ કુમાર ની છઠ્ઠી વિચારધારાની અદલાબદલી અને નવમી વાર બિહારના મુખ્યમંત્રી બનવામાં સફળતા એ બિહાર જ નહીં સમગ્ર દેશના રાજકારણમાં હલચલ મચાવી છે.. નીતીશ કુમારની રાજકીયકારકિર્દી ભવ્ય, દિવ્ય અને સફળ માનવામાં આવી રહી છે પરંતુ ખુરશી માટે વિચારધારાની અદલાબદલી ના કારણે નીતિશ ની નીતિ લોકતાંત્રિક ઓછી અને “સત્તાલક્ષી” વધુ લાગે છે, ખુરશી માટે વિચારધારાની એસીતેસી કરવામાં નીતીશ ખરા અર્થમાં “માહેર” પુરવાર થયા છે..
બિહારમાં નીતીશકુમાર છઠ્ઠી વખત પલટી મારીને એનડીએ સાથે ફરીથી બેસી જવા માટે મેદાનમાંરી ચૂક્યા છે .સામા પક્ષે લાલુ ,તેજસ્વી એ પણ નીતીશકુમાર ને સત્તા ન મળે તે માટે દાવ પેચ ખેલી લીધા તા પરંતુ નીતિશ કુમાર ફાવી ગયા છે, બિહારમાં સૌથી વધુ 76 બેઠકો લાલુની આરજેડિ પાસે છે. ભાજપ અને હિન્દુસ્તાન અવામ પાર્ટીના ટેકાથી નીતિશકુમારે ફરીથી ખુરશી માટે ગોઠવેલા સોકઠા બરાબર કામ કરી ગયા છે અને નીતીશ કુમાર નવમી વાર બિહારના મુખ્યમંત્રી પદ મેળવવામાં સફળ બન્યા છે લાલુ યાદવ કોંગ્રેસ અને જેડીયુના વિધાયકોને તોડીને સરકાર બનાવવાના નીતિશના પ્રયાસો વધુ એક વાર સફળ થયા છે છે… ખુરશી માટે રાજનીતિની અદલા બદલી કરવામાં નીતીશ ખરા અર્થમાં માં માહેર પુરવાર થાય છે સત્તા માટે સાથ લેવા અને છોડવામાં નીતીશ કુમારને વિચારધારા બદલવામાં જરા પણ છોછ નથી, 2022 માં માત્ર 45 બેઠકો જીત્યા છતાં નીતિશકુમાર ભાજપ ના ટેકાથી મુખ્યમંત્રી પદ મેળવી લીધું,
2015માં નીતિશકુમાર ખુરશી માટે લાલુપ્રસાદ યાદવ નો ટેકો લીધો હતો તેજસ્વી યાદવને નાયબ મુખ્યમંત્રી બનાવ્યા હતા બે વર્ષમાં જ સાથ છોડીને ફરીથી એનડીએ માં જોડાઈ ગયા અને ભાજપ સાથે મળીને સરકાર બનાવી ઓછી બેઠકો મળવા છતાં નીતિશકુમાર બિહારના મુખ્યમંત્રી બને છે તેમની કોઠા કબાડા કરવાની નીતિને મુસદ્દીગીરી ગણવાની મજબૂરી થી નીતીશકુમાર ફરીથી પક્ષ અને વિચારધારાની અદલા બદલીની છઠ્ઠી થી નવમાં મુખ્યમંત્રી બનવામાં સફળ રહ્યા છે નીતીશકુમાર પીઢ અને વિચારશીલ રાજનેતા મનાઈ છે
રાજકારણમાં કહેવાય છે કે રાજકારણમાં કોઈ શત્રુ કે મિત્ર હોતો નથી સૌનું “હિત” જ હોય છે.. વળી યુદ્ધ અને પ્રેમમાં બધું જ શક્ય છે ની કહેવત સફળ રાજકારણીઓને ધાર્યું કરવા માટે છૂટ આપે છે પરંતુ નીતીશકુમાર જેવા જવાબદાર અને દર વખતે મોટો જનાધાર મેળવનાર નેતા માટે છેવટ મતદારોના મનને સંતોષ આપવાની જવાબદારી પણ હોય છે …વારંવાર વિચારધારા બદલીને ખુરશી લઈ લેનારા નીતીશ કુમાર કોના છે ?તે કહેવું હવે મુશ્કેલ બન્યું છે, ભારતની લોકશાહી 75 વર્ષ ની પરિપક્વ લોકશાહી બને છે.
મતદારો અને દેશમાં વિચારધારા અને નીતિનું મહત્વ સમજતો વર્ગ ઉભો થયો છે, ત્યારે નીતીશકુમારની ખુરશી માટેની આ વિચારધારાની અદલાબદલી હવે કદાચ અલ્પજીવી સફળતા બની રહે તો નવાઈ નહીં. રાજકારણ અને સમાજસેવામાં વિશ્વાસ નું મૂલ્ય કેટલું છે ?તે ટૂંકા ફાયદા જોનારા નીતીશકુમાર જેવા પીઢ નેતાઓને નહીં સમજાતું હોય? તેવો વસવસો પ્રબુદ્ધ નાગરિકોને થાય તેમાં કંઈ ખોટું નથી બિહારમાં હવે ગુજરાત ની જેમ ડબલ એન્જિન સરકાર બની છે ત્યારે નીતીશ કુમાર નો એનડીએ નો સાથ બિહારના વિકાસ માટે મદદરૂપ થશે તેમ નીતીશકુમારનું માનવું છે