કોઈ નેતા ભલે નિર્વિવાદિત હોય પણ તેની જીભ ઘણી વખત વિવાદ ઉભો કરી નાખે છે. એક સમયે વડાપ્રધાન પદ માટેની રેસનો ચહેરો ગણાતો નીતીશ કુમાર હવે વિવાદમાં આવી ગયા છે આ વિવાદ પાછળ તેઓની જીભ જવાબદાર બની છે.
બિહાર વિધાનસભામાં વસ્તી નિયંત્રણ પર નીતિશ કુમાર બોલી રહ્યા હતા તે દરમિયાન તેમણે કહ્યું હતું કે જો છોકરી શિક્ષિત રહેશે તો વસ્તી અંકુશમાં આવશે. તેમણે કહ્યું હતું કે ’જ્યારે છોકરી અને છોકરાના લગ્ન થાય છે ત્યારે પુરુષ દરરોજ સુખ અનુભવે છે એમાં વધુ બાળકો પેદા થઈ જાય છે. જો છોકરી ભણે છે તો. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ગૃહમાં નિવેદન આપ્યા બાદ ચારેબાજુથી તેનો વિરોધ શરુ થયો હતો અને પટનાથી લઈને દિલ્હી સુધી હોબાળો મચી ગયો હતો. ભાજપે આ નિવેદનની આકરી ટીકા કરી હતી, જો કે તેજસ્વી યાદવે નીતિશ કુમારનો બચાવ કર્યો હતો ત્યારે હવે નીતીશ કુમારે આજે તેમના નિવેદન પર માફી માંગી છે.
મુખ્યમંત્રી નીતીશ કુમારે વસ્તી નિયંત્રણને લઈને પોતાના નિવેદન પર માફી માંગી છે. નીતિશ કુમારે કહ્યું કે જો મારા નિવેદનથી કોઈને દુ:ખ થયું હોય તો હું હાથ જોડીને માફી માંગુ છું. મેં આ નિવેદન કોઈને દુ:ખ આપવા માટે નથી કર્યું. મારા શબ્દોથી કોઈને દુ:ખ થયું હોય તો હું માફી માંગુ છું અને મારા જ નિવેદનની નિંદા કરું છું. મારા નિવેદનને ખોટી રીતે લેવામાં આવ્યું છે. મારો ઈરાદો કોઈને દુ:ખ પહોંચાડવાનો નહોતો. મારો પ્રયાસ પ્રજનન દરમાં ઘટાડા વિશે સમજાવવાનો હતો. મેં હંમેશા મહિલાઓના ઉત્થાન માટે કામ કર્યું છે. હું સ્ત્રીઓનું ખૂબ સન્માન કરું છું.
રાષ્ટ્રીય મહિલા આયોગે વિધાનસભામાં મહિલાઓને લઈને નીતિશ કુમાર દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી માટે માફી માંગવાની માંગ કરી છે. એનસીડબ્લ્યુ ચીફ રેખા શર્માએ લખ્યું કે એનસીડબ્લ્યુ આ દેશની દરેક મહિલા વતી સીએમ નીતિશ કુમાર પાસે તાત્કાલિક માફીની માંગ કરે છે. વિધાનસભામાં તેણીની અભદ્ર ટિપ્પણી એ ગરિમા અને સન્માનનું અપમાન છે જે દરેક મહિલાને પાત્ર છે. તેમના ભાષણ દરમિયાન આવી અપમાનજનક અને ખરાબ ભાષાનો ઉપયોગ આપણા સમાજ પર કાળો ડાઘ છે. જો કોઈ નેતા લોકશાહીમાં આટલી ખુલ્લેઆમ ટિપ્પણી કરી શકે છે, તો તેના નેતૃત્વમાં રાજ્ય કેવી ભયાનકતાનો સામનો કરી રહ્યું હશે તેની કોઈ કલ્પના જ કરી શકે છે. અમે આવા વર્તન સામે સખત રીતે ઊભા છીએ અને સમગ્ર મામલાની જવાબદારીની માંગ કરીએ છીએ.