ભાજપના સમર્થનથી ૧૩૧ મતો સાથે બહુમત સાબિત કર્યો: એન.ડી.એ. ના ૧૦૮ મત

નીતીન કુમારે બિહારના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યાના ૧૬ કલાક બાદ ફરી મુખ્યમંત્રી બની ગયા હતા. આર.જે.ડી. કોઇ રાજકીય વ્યુહ ઘડે તે પહેલા આજે સવારે ૧૦ વાગ્યે નીતીન રાજયના મુખ્યમંત્રી તરીકે છઠ્ઠી વખત શપથ લઇ લીધા હતા તેમની સાથે ભાજપના સુશીલ મોદીએ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા નીતીશે સવારે ૧૧ વાગ્યે વિધાનસભામાં ભારે હોબાળા વચ્ચે બહુમત પ્રસ્તાવ રજુ કર્યો હતો. વિધાનસભામાં આશરે ર કલાકની ચર્ચા બાદ વિશ્ર્વાસમત જીત્યો હતો. તેમની તરફેણમાં ૧૩૧ મત અને વિ‚ઘ્ધમાં ૧૦૮ મત પડયા હતા.ગઠબંધન તૂટયા બાદ પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવને વિપક્ષના નેતા બનાવાયા હતા. તેમણે નીતીનને બોસ ગણાવ્યા હતા. આરજેડી દ્વારા ગુપ્ત મતદાનના માંગ કરવામાં આવી હતી. તેજસ્વીએ વિધાનસભામાં હંગામા વચ્ચે તેના ભાષામાં કહ્યું હતું કે જો નીતીન કુમારમાં હિંમત હોત તો મને પદ પરથી હાંકી કાઢતા. તેઓ મારા આત્મવિશ્ર્વાસથી ડરી ગયા હતા. બીજેપીની સાથે ભળવા માટે મને ફસાવવામાં આવ્યો છે. પહેલા બીજેપીએ બિહારની બોલી લગાવી હતી અને આ વખતે સીએમની બોલીી લગાવી છે. નીતીશજી તમને સુશીલ મોદીની બાજુમાં બેસતાં જરા પણ શરમ ન આવી ?માત્ર મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતા અને હવે બાદમાં નીતીશના પ્રધાનમંડળમાં બંને પક્ષના ૧૩-૧૩ ધારાસભ્યોને પ્રધાન તરીકે શપથ લેવડાવવામાં આવશે. સરકાર રચાયા બાદ નીતીસકુમારે આવતી કાલે વિધાનસભામાં બહુમતિ સાબિત કરી વિશ્ર્વાસનો મત મેળવવો પડશે. ગઇકાલે તેજસ્વીની આગેવાનીમાં આરજેડી અને કોંૅગ્રેસ પણ સરકાર રચવાનો દાવો કર્યો હતો. બાદમાં મધરાતે નીતીશકુમાર રાજયપાલને મળવા રાજભવન ગયા હતા. રાજયપાલની તબિયત સારી ન હોવાછતાં તેઓ રાજભવન ગયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.