પુર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના જન્મ દિવસ નિમિત્તે રજતતૂલા અને રકતદાન શીબીર યોજાઇ
નીતિનભાઇ પટેલને નાયબ મુખ્યમંત્રી સુઘી લઇ જવા મહત્વનીભૂમિકા જો કોઇએ ભજવી હોય તો તે નરેન્દ્રભાઇ મોદી છે: સી.આર.પાટીલ
કડી ખાતે રાજયના પુર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના 68માં જન્મ દિવસ નિમિત્તે રજતતૂલા અને રકતદાનશીબીર કાર્યક્રમમાં રાજયના મુખ્યમંત્રીશ ભુપેન્દ્રભાઇ પટેલ તેમજ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું કે, ગુજરાત સહિત દેશભરમાં નરેન્દ્રભાઇ મોદીએ રાજયમાં વિકાસની રાજનીતી થકી નાનામા નાનો માણસ વિકાસના પ્રવાહમાં કેવી રીતે જોડાય તેની ચિંતા કરી છે. છેવાડાના માણસ સુધી સરકારની યોજના કેવી રીતે સરકારના પ્રતિનિધી પહોંચાડી શકે તેનું ઉત્તમ ઉદાહરણ નીતિનભાઇ પટેલ છે. નીતિનભાઇ પટેલના જન્મદિન નીમીતે તેમનુ સ્વાસ્થ્ય સારુ રહે અને ખૂબ સારા કામ કરતા રહે તેવીશુભકામના પાઠવું છું.
આ કાર્યક્રમમાં સી.આર.પાટીલએ સંબોધન કરતા જણાવ્યું કે, પાર્ટીના જરૂર સમયે અંત્યત મહત્વની ભૂમિકા નિભાવનાર અને રાજયના પુર્વ મુખ્યમંત્રીશ્રી નીતીનભાઇ પટેલના 68માં જન્મ દિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને રાજકારણ ક્ષેત્રમાં હજી આગળ વધે તેવી શુભકામના. નીતીનભાઇ તેમના કાર્ય થકી ગુજરાત જ નહી દેશભરમાં જણીતા છે.
તેમના કામના ગુણવત્તાને આઘારે નરેન્દ્રભાઇ મોદી વર્ષો સુધી કામ કરવાની તક આપતા રહ્યા અને નીતીનભાઇને રાજયના નાયબ મુખ્યમંત્રી સુઘી લઇજવા મહત્વનીભૂમિકા જો કોઇએ ભજવી હોય તો તે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની છે. નીતીનભાઇએ રાજયમાં વિકાસના અનેક કાર્યોની ભેટ આપી છે.નિતિનભાઇના જન્મદિવસ નિમિત્તે સંકલ્પ કરીએ કે લોકસભા ચૂંટણીમાં ભાજપને 400થી પણ વધુ બેઠતો જીતાડી એક મજબૂત સરકાર બનાવીએ. આ પ્રસંગે રાજ્ય સરકારના મંત્રી ઋષિકેશભાઈ પટેલ,સાંસદ શ્રીમતી શારદાબેન પટેલ,શ્રી સોમભાઈ મોદી,પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ તેમજ ધારાસભ્ય સહીત સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા