રાજકોટ ખાતે નર્મદાયાત્રાનું નીતિનભાઇના હસ્તે સમાપન:શહેરના રસ્તા રીપેર કરવા માટે રાજયસરકારની ૨૫ કરોડની સહાયની જાહેરાત વિવિધ વિકાસકામોના લોકાર્પણમાં સામેલ તા નાયબ મુખ્યમંત્રી

રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે રાજકોટ ખાતે માં નર્મદા મહોત્સવ રયાત્રાનું સમાપન કરાવ્યું હતું.પેડક રોડ ખાતે યોજાયેલા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, યુ.એલ.સી.સનદ વિતરણ અને નર્મદાયાત્રા સમાપન પ્રસંગના સંયુકત સ્ટેજ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ઘરે-ઘરે નર્મદાના પાણી પહોંચાડીને વર્તમાન રાજયસરકારે નાગરિકોના સપનાં સાચાં કરી બતાવ્યા છે.નીતિનભાઇએ પ૬ એમ.એલ.ડી.ના રૈયાધાર સુએજ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ડિજિટલ તકતી અનાવરણ કર્યુ હતું. તા શહેરીજનોને રહેણાંક માટેના યુ.એલ.સી.પ્લોટની સનદનું વિતરણ કર્યું હતું. મ્યુનિ. કમિ. બંછાનિધિ પાની, મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાય તા સંસદસભ્ય મોહનભાઇ કુંડારિયાએ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા.નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇનું રાજકોટ મહાનગરપાલિકા, શહેર ભાજપ તા વરિષ્ઠ નાગરિકોએ ફૂલોના વિશાળ હાર તા સ્મૃતિચિહન આપી બહુમાન કર્યુ હતું. નીતિનભાઇએ રીમોટ કંટ્રોલી દિપ પ્રાગટયવિધિ સંપન્ન કરી હતી. કનૈયા મિત્ર મંડળ દ્વારા રજૂ યેલ પ્રાચીન રાસને આમંત્રિતોએ મન ભરીને માણ્યો હતો.આ પ્રસંગે ધારાસભ્યો ગોવિંદભાઇ તા ભાનુબેન, મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઇ ભંડેરી  ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ, શહેર ભા.જ.પ. અધ્યક્ષ કમલેશ મિરાણી અગ્રણી નીતિનભાઇ ભારદ્વાજ, ચેરમેન પુષ્કર પટેલ, દેવરાજ મકવાણા, જૈમીન ઠાકર, મુકેશ રાદડિયા, કોર્પોરેટરો તા મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્તિ રહ્યા હતા.રાજકોટ મહાનગરપાલીકા દ્વારા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રૈયાધાર ખાતે રૂ ૩૫.૧૬ કરોડના ખર્ચે નિર્માણ પામેલ ૫૬ એમ.એલ.ડી. ક્ષમતાના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના વરદ હસ્તે કરવામાં  આવ્યું હતું.સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રૂ ૩૫.૧૬ કરોડના ખર્ચે નિર્માણ પામેલ ૫૬ એમ.એલ.ડી. ક્ષમતાના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અંતર્ગત અંદાજે  ૨,૫૦,૦૦૦ જેટલી વસ્તીને આવરી લેવામાં આવશે. આ ૫લાન્ટ અત્યાધુનિક એવી એસબીઆર  આધુનિક ટેકનોલોજી આધારીત બનાવવામાં આવેલ છે, જેમાં કોઈપણ જાતના કેમિકલ રહિત સંપૂર્ણપણે બાયોલોજીકલ પ્રોસેસી ગટરના પાણીને શુધ્ધ કરવામાં આવે છે. એસબીઆર ટેકનોલોજી વડે પ્લાન્ટના બાંધકામમાં ઓછી જગ્યા, ઓછી વિજળી અને ઓછા ખર્ચે ઓપરેટ કરી શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.