બીએસ યેદિયુરપ્પા, સુધા યાદવ, ઈકબાલ સિંહ લાલપુરા, સર્બાનંદ સોનોવાલ, કે. લક્ષ્ણને નવા સદસ્ય તરીકે બોર્ડમાં મળ્યું સ્થાન
ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે સંસદીય બોર્ડમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પાર્ટીના સંસદીય બોર્ડની જાહેરાત કરી છે. કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી તથા મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણને સંસદીય બોર્ડમાંથી દૂર કરી દેવામાં આવ્યા છે.
સાથે જ આ બંને મંત્રીઓને ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિમાંથી પણ બહાર કરી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. સંસદીય બોર્ડમાંથી ગડકરી અને શિવરાજસિંહ ચૌહાણને દૂર કરવામાં આવ્યા છે જ્યારે બીએસ યેદિયુરપ્પા, સુધા યાદવ, ઈકબાલ સિંહ લાલપુરા, સર્બાનંદ સોનોવાલ, કે. લક્ષ્ણને નવા સદસ્ય તરીકે સંસદીય બોર્ડમાં સ્થાન આપવામાં આવ્યું છે.
પાર્ટીના પૂર્વ અધ્યક્ષ નિતિન ગડકરીને પાર્ટીની સૌથી શક્તિશાળી બોડીમાંથી બહારનો રસ્તો દેખાડી દેવાયો છે. સાથે જ ભાજપની ચૂંટણી સમિતિમાંથી પણ દૂર કરવામાં આવ્યા છે. ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિમાંથી શિવરાજ સિંહ ચૌહાણ, ગડકરી તથા શાહનવાજ હુસૈનને દૂર કરવામાં આવ્યા છે. જ્યારે ભાજપના પ્રમુખ જેપી નડ્ડા તે સમિતિના અધ્યક્ષ ગણાશે.
ચૂંટણી સમિતિમાં ફડણવિસને મળ્યું સ્થાન
તાજેતરમાં મહારાષ્ટ્રમાં પોતાના પાવરનો પરચો આપનાર નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવસીને ભાજપના બીજા નંબરના સૌથી શક્તિશાળી બોડીમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ બોડીમાં રાજસ્થાનના નેતા ઓમ માથુર તથા વન મંત્રી ભૂપેન્દ્ર યાદવને પણ સામેલ કરવામાં આવ્યા છે. ફડણવીસે શિવસેનાના નેતા એકનાથ શિંદે સાથે મળીને રાજ્યમાં સરકાર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
ભાજપ સંસદીય બોર્ડ
જગત પ્રકાશ નડ્ડા (પ્રમુખ)
નરેન્દ્ર મોદી
રાજનાથ સિંહ
અમિત શાહ
બી. એસ યેદિયુરપ્પા
સર્બાનંદ સોનોવાલ
કે. લક્ષ્મણ
ઈકબાલસિંહ લાલપુરા
સુધા યાદવ
સત્યનારાયણ જટિયા
બી એલ સંતોષ (સચિવ)
ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમિતિ
જગત પ્રકાશ નડ્ડા (પ્રમુખ)
નરેન્દ્ર મોદી
રાજનાથ સિંહ
અમિત શાહ
બી. એસ યેદિયુરપ્પા
સર્બાનંદ સોનોવાલ
કે. લક્ષ્મણ
ઈકબાલસિંહ લાલપુરા
સુધા યાદવ
સત્યનારાયણ જટિયા
ભૂપેન્દ્ર યાદવ
દેવેન્દ્ર ફડણવીસ
ઓમ માથુર
બી એલ સંતોષ (સચિવ)
વનથી શ્રીનિવાસ (હોદ્દેદાર)