વિધાનસભા ચૂંટણી નજીક આવતા નવરાત્રીમાં ઉમેદવારો પસંદ કરવા સેન્સ લેવાશે
વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપ દ્વારા ઉમેદવારો પસંદ કરવા જિલ્લાવાઇઝ નિરીક્ષકોની નિમણુંક કરવામાં આવી છે જે અંતર્ગત મોરબી જિલ્લામાં નીતિન ભારદ્વાજ,નિમુબહેન કામલિયા અને રમેશ મુંગરાને જવાબદારી સોંપવામાં આવી છે. રાજ્યમાં જિલ્લા વાઇઝ નિરીક્ષકોની યાદી જોઈએ તો,અમદાવાદ જિલ્લામાં
આઈ.કે.જાડેજા,જયશ્રીબહેન પટેલ,આશિષ દવે તથા અમદાવાદ શહેર માટે મનસુખ માંડવિયા,દર્શનાબહેન જરદોશ,ભરતસિંહ પરમાર અને ભાર્ગવ ભટ્ટને જવાબદારી સોંપવમાં આવી છે.
જ્યારે રાજકોટ જિલ્લા માટે વસુબહેન ત્રિવેદી,રાજકોટ શહેર માટે ભાવનાબહેન દવે, શબ્દશરણ બ્રહ્મભટ્ટ,અને વિનોદ ચાવડા મુકાયા છે. ભાવનગર (સબ હેડર) ધનસુખ ભંડેરી,ભાનુબેન બાબરિયા અને રાજેશ ચુડાસમા અને જામનગર શહેર માટે મહેન્દ્ર ત્રિવેદી, ભારતીબહેન શિયાળ,જગદીશ પટેલ મુકવામાં આવ્યા છે.
જામનગર જિલ્લોમાં દિલીપ સંઘાણી,જશુબહેન કોરાટ,મહેન્દ્ર પનોત વડોદરા જિલ્લામાં જયેન્દ્ર સિંહ પરમાર,મનસુખ વસાવા અને હેમાલી બોઘાવાલા. વડોદરા શહેરમાં કે.સી.પટેલ,આત્મારામ પરમાર અને નવકા પ્રજાપતિ સુરત માટે ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા,શબ્દશરણ બ્રહ્મભટ્ટ,જ્યોતિબહેન પંડ્યા,ભરત પંડ્યા,ભૂપેન્દ્ર લાખાલાલા અને મમતાબહેન કાલે ની નિમણુંક કરવામાં આવી છે. ઉપરાંત જૂનાગઢ માટે સાંસદ મોહન કુંડારિયા,વિભારીબહેન દવે અને બિપીન દવે તેમજ અમરેલી માટે રમેશ રૂપાપરા,પૂનમ માડમ અને ચિમન સાપરિયા મુકવામાં આવ્યા છે.
ગીરસોમનાથ જિલ્લામાં પ્રદીપ ખીમાણી અને બીનાબહેન આચાર્ય અને કચ્છ જિલ્લામાં ભરત બારોટ,માધુભાઈ બાબરિયા,દર્શનાબેન વાઘેલાની નિરીક્ષક તરીકે નિમણુંક કરવામાં આવી છે. હવે ભારતીય જનતા પક્ષ દ્વારા જિલ્લા વાઇસ નિરીક્ષકોને મોકલી સેન્સ પ્રક્રિયા હાથ ધરી ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.