આવતીકાલે તા.૨૫ના જનસંઘના પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીનો જન્મ દિવસ છે. ત્યારે તેના સાદગીભર્યા વિચારો અને તેની રાષ્ટ્રનિષ્ઠાનું લોકોમાં સિંચન થાય તેવા આશયથી શહેર ભાજપ દ્વારા લોકડાઉન દરમ્યાન વોર્ડમાં અનેકવિધ સેવાકાર્યો જેમાં રાહત રસોડા, રાશનકીટ વિતરણ, માસ્ક વિતરણ, ફરસાણ વિતરણ, હોમીયોપેથીક દવા વિતરણ સહિતની અનેકવિધ કરવામાં આવેલ સેવાકીય પ્રવૃત્તિઓનાં ફોટોગ્રાફસભર માહિતીનું વોર્ડવાઈઝ સચિત્ર નિરૂપણ કરતી ઈ બુકનું લોન્ચીંગ આવતીકાલે સાંજે ૫.૩૦ કલાકે શહેર ભાજપ કાર્યાલય ખાતેથી પ્રદેશ ભાજપ અગ્રણી નીતીન ભારદ્વાજના હસ્તે તેમજ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી કિશોર રાઠોડ, ઈબુકના ઈન્ચાર્જ નીતીન ભુત, સહાયક રાજન ઠકકર સહિતના સાથે સોશયલ મીડીયા ટીમની ઉપસ્થિતિમાં ઈ બુકનું લોકાર્પણ કરી કાર્યકર્તાઓને વીડીયો કોન્ફરન્સના માધ્યમથી આ ઈ બુકનું લોકાર્પણ કરવામાં આવશે.
‘જયાં માનવી ત્યાં સુવિધા’ સૂત્રને સાર્થક કરવા દીનદયાળજીને પુષ્પાંજલી અર્પણ
જનસંઘના પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીનો જન્મદિવસ છે.ત્યારે તેના સાદગીભર્યા જીવનનાં અંશો આપણામાં ઉતારીએ અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીએ આપેલ મંત્ર જયાં માનવી ત્યાં સુવિધા સુત્રને સાર્થક કરીએ ત્યારે શહેર ભાજપ દ્વારા આવતીકાલ તા.૨૫ શુક્રવારે સવારે ૯ કલાકે આજી ડેમ ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીન પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવશે તેમજ ત્યારબાદ સવારે ૧૧ કલાકે શહેરનાં વોર્ડના તમામ બુથોમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના ફોટાને પુષ્પાંજલી કરવામાં આવશે તો આ કાર્યક્રમમાં શહેર ભાજપની તમામ શ્રેણીના કાર્યકર્તાઓને ઉપસ્થિત રહેવા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે જાહેર અનુરોધ કર્યો છે.