• ઈન્ડિયા હાઉસ એથ્લીટસ ચાહકો માટે ઘરથી દુરનું એક ઘર બની રહેશે અને વિશ્ર્વને ભારતની ઝાંખી કરાવશે

આગામી મહિને પેરિસ 2024 ઓલિમ્પિક્સમાં અનેક ઘટનાઓ પહેલી વખત બનશે, પરંતુ ભારત માટે જે સૌથી વધુ મહત્વ ધરાવે છે તે પહેલ છે ઓલિમ્પિક ગેમ્સ ખાતે તેનું સૌપ્રથમ ક્ધટ્રી હાઉસ એટલે – ઈન્ડિયા હાઉસ. રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (આઈ.ઓ.એ.) સાથેની ભાગીદારીના ભાગરૂપે પરિકલ્પનાકૃત કરાયેલું ઈન્ડિયા હાઉસ આપણા દેશના સમૃદ્ધ સાંસ્કૃતિક અને રમતગમતના વારસાની ઉજવણી સમાન રહેશે. તે ભારતના ભવ્ય ભૂતકાળ, વૈવિધ્યપૂર્ણ વર્તમાન અને રોમાંચકારી ભવિષ્યનીસાથે ટેક્નોલોજી અને ડિજિટલાઇઝેશન ક્ષેત્રની પ્રગતિની ઝાંખી કરાવશે. વિશ્વભરના રમતવીરો, મહાનુભાવો અને રમતપ્રેમીઓ માટે પોતાના દ્વાર ખોલવાઈન્ડિયા હાઉસ સજ્જ થઈ રહ્યું છે, ત્યારે તે એકતા, વિવિધતા અને શ્રેષ્ઠતાની ભાવનાને મૂર્તિમંત કરશે, જે ભારતીય સંસ્કારોને વ્યાખ્યાયિત કરે છે.

ઈન્ડિયા હાઉસના મહત્વ વિશે ઉલ્લેખ કરતાઆઈઓસીના સભ્ય અને રિલાયન્સ ફાઉન્ડેશનના ફાઉન્ડર તથા ચેરપર્સન નીતા એમ. અંબાણીએ જણાવ્યું હતું કે, પેરિસ ઓલિમ્પિક ગેમ્સ ખાતે સૌપ્રથમ વખત સ્થપાનારા ઈન્ડિયા હાઉસની ઘોષણા કરતાં હું અત્યંત આનંદ અને રોમાંચ અનુભવું છું. ગતવર્ષે ભારતમાં 40 વર્ષમાં પ્રથમ વખત યોજાયેલું આઈ.ઓ.સી. સત્ર, અનેઆપણી ઓલમ્પિક સફરમાં એક મહત્ત્વનું સીમા ચિહ્ન હતું. અમે ઈન્ડિયા હાઉસને લોંચ કરવા સાથે આ ગતિને જાળવી રાખવાનો આનંદ અનુભવીએ છીએ -આ એક એવું સ્થળ હશે જ્યાં આપણે આપણા એથ્લીટ્સને વધાવીશું,આપણી જીતની ઉજવણી કરીશું, આપણી વાતો એકબીજાને કહીશું અને ભારતમાં વિશ્વનું સ્વાગત કરીશું.

તેમણે ઉમેર્યું હતું કે, “આપણે ખરેખર આશા રાખીએ છીએ કે ઇન્ડિયા હાઉસ એ ઓલિમ્પિક મૂવમેન્ટને ભારતમાં લાવવાના 1.4 અબજ ભારતીયોના સહિયારા સ્વપ્નને સાકાર કરવાની દિશામાંનું વધુ એક કદમ બની રહેશે!

ભારતીય સંસ્કૃતિ અને વારસાની ઝાંખી:

આઇકોનિક પાર્ક ડે લા વિલે સ્થિત અનેવર્ષ 2024ના સમગ્ર ઉનાળા દરમિયાન પાર્ક ઓફ નેશન્સ તરીકે પણ કાર્યરત રહેનારું ઇન્ડિયા હાઉસ એ નેધરલેન્ડ, કેનેડા, બ્રાઝિલ અને યજમાન ફ્રાન્સ જેવા વિશ્વભરના 14 ક્ધટ્રી હાઉસમાંનું એક હશે. ઈન્ડિયા હાઉસ ભારતની પ્રતિભા, ક્ષમતા અને મહત્વાકાંક્ષાની ઝલક પૂરી પાડવાનું વચન આપે છે. આ માટે તે ચાહકોને પોતાની સંસ્કૃતિથી માંડીને કળા અને રમતગમત, યોગ, હસ્તકળા, સંગીત અને ભારતીય નૃત્યવૃંદની કૃતિઓ જેવી આનંદદાયકઅનુભૂતિમાં ગરકાવ થવાની તક પૂરી પાડશે.

ભારતીય એથ્લીટ્સ અને ચાહકો માટે ઘરથી દૂરનું એક ઘર

ઈન્ડિયા હાઉસનો હેતુ દેશના સહભાગી એથ્લીટ્સને ઘરથી દૂરનું એક ઘરબનવાનો અને ભારતની જીત તથા મેડલ પ્રાપ્તિની ઉજવણી કરવાનો છે. તે મુલાકાતીઓ માટે રમતગમત માંધાતાઓ સાથે વાર્તાલાપ કરવાનું સ્થળ પણ બની રહેશે અને જકડી રાખનારી ઈવેન્ટ્સ દ્વારા મિત્રો સાથે મહત્વની ઈવેન્ટ્સ જોવા માટેનું સ્થળ પણ બની રહેશે કારણ કે તે તમામ દેશોના મીડિયા અને ચાહકો માટે ખુલ્લું રહેશે. ઈન્ડિયા હાઉસ ખાતે ભારતમાં ઓલિમ્પિક ગેમ્સ માટે એક્સક્લુઝિવ મીડિયા રાઈટ્સધારક વાયકોમ18 સાથેની ભાગીદારીમાં ખાસ ભારતીય ઈવેન્ટ્સની વોચ પાર્ટીઝ યોજાશે.

ભારતની ઓલિમ્પિક સફર અને મહત્વાકાંક્ષાની ઉજવણી:

આ ઈન્ડિયા હાઉસ 1920માં આઈઓએના નેજા હેઠળ ભારતે પ્રથમ વખત ઓલિમ્પિક રમતોમાં ભાગ લીધો ત્યારથી અત્યાર સુધીના પૂર્ણ કરેલા 100 વર્ષની ઉજવણી કરશે. તેના થકી રમતગમતની દુનિયામાં પ્રબળ દાવેદાર તરીકે ભારતની ઉત્ક્રાંતિની પ્રતિતિ થાય છે અને ઓલિમ્પિક મૂવમેન્ટ પ્રત્યે રાષ્ટ્રની અતૂટ પ્રતિબદ્ધતા અને ભાવિ ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવાની મહત્વાકાંક્ષાને પ્રતિબિંબિત પણ કરે છે.

ભારત માટે વિન્ડો ખોલશે

પેરિસમાં ઈન્ડિયા હાઉસ ભારતીય સંસ્કૃતિની સમૃદ્ધ અને વૈવિધ્યસભર ઝાંખી કરવા માટેના લાઇવ પોર્ટલ તરીકેની સેવા આપશે. ઝરોખાના બારીક નકશીકામથી પ્રેરિત તેનો લોગો ભારત તરફની અનોખી બારી (વિન્ડો)નું પ્રતીક છે. ભારતના આબેહૂબ રંગોની ભાતમાં પ્રસ્તુત, આલોગો રાષ્ટ્રની વિવિધતાના સારને સુંદર રીતે આવરી લે છે અને પેરિસમાં ઈન્ડિયા હાઉસ ઓલિમ્પિક અનુભૂતિના દરેક પાસામાં વણાઈ જશે, અને દરેકને ભારતીય સાંસ્કૃતિક વૈવિધ્યમાં ગરકાવ થઈ જવા આમંત્રિત કરશે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.