રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીએ પૂરગ્રસ્ત કેરળના સૌથી વધારે અસરગ્રસ્ત અલાપ્પુઝા જિલ્લાના પલ્લીપદ ગામની મુલાકાત લઈને પૂરી થયેલી તારાજીનો સ્વ-અનુભવ મેળવ્યો હતો અને બાળકો સાથે સંવાદ કર્યો હતો. આ મુલાકાતથી તેમને લોકોની મૂળ જરૂરિયાત સમજવામાં મદદ કરી હતી અને લાંબા ગાળાના પુનર્વસન કાર્યને વધારે સુગમ બનાવશે.
તેઓ કેરળના માનનીય મુખ્યમંત્રી પિનરાયી વિજયનને મળ્યા હતા અને કેરળના લોકો સાથે એકાત્મતા વ્યક્ત કરી હતી અને જરૂરી માળખાકીય સુવિધાઓ ઉભી કરવામાં મદદ કરવાની ખાતરી આપી હતી. રિલાયન્સ ફાઉન્ડેશને મુખ્યમંત્રી રાહત કોષમાં રૂ.૨૧ કરોડનું અનુદાન આપ્યું છે. આ ઉપરાંત પુરગ્રસ્ત વિસ્તારોમાં ૫૦ કરોડનથી વધારેની રાહત સામગ્રીનું વિતરણ કર્યું હતું.