શિક્ષણવિદ સખાવતી અને મહિલા ઉઘોગપતિ નીતા અંબાણીને ધ મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટ માનવ ટ્રસ્ટી કરાયા છે. મ્યુઝિયમના અઘ્યક્ષ ડેનીયલ બ્રોડસ્કી દ્વારા આજે તેની જાહેરાત કરવામાં આવી હતી. શ્રીમતિ અંબાણીની ચુંટણી બોર્ડની ૧ર નવેમ્બરના રોજ યોજાયેલી બેઠકમાં થઇ હતી. આ સન્માન પ્રાપ્ત કરનારા તેઓ પ્રથમ ભારતીય છે.

બ્રોડસ્કીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે શ્રીમતિ અંબાણીની ધ મેટ પ્રત્યેની પ્રતિબઘ્ધતા અને ભારતની કલા અને સંસ્કૃતિને જાળવવા અને પ્રોત્સાહન આપવાની ખરેખર અપવાદરુપ છે. તેમના સહયોગથી વિશ્વના દરેક ખુણામાંથી કળા અભ્યાસ અને પ્રદર્શિત કરવાની મ્યુઝિયમની ક્ષમતા પર પ્રચંડ અસર છે. નીતા અંબાણીનેબોર્ડમાં આવકારવામાં પ્રસન્નતા અનુભવું છું.

Photo 1

નીતા અંબાણીએ કહ્યું કે, ભારતની કળાઓને પ્રદર્શિત કરવાના કાર્યક્રમોના વિસ્તરણ અને વધારવાના ધ મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટની ઇચ્છાને સહયોગ આપવાનું પાછલા કેટલાક વર્ષોથી મને ખુબ જ લાભદાયી રહ્યું છે. વૈશ્ર્વિક સ્તરે ભારતીય કળા અને સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ જોવા માટેની આપણી પ્રતિબઘ્ધતાને સક્ષમ બનાવતી ધ મેટના ઊંડા રસથી હું લાગણીશીલ અને પ્રભાવિત બની છું. આ મહાન વિશિષ્ટતા મને પ્રાચીનથી લઇને સમકાલીન સુધીના ભારતના વારસા વતી મારા પ્રયત્નોને બમણી કરવા પ્રેરણા આપે છે.

WhatsApp Image 2019 11 11 at 11.59.49 AM

નીતા અંબાણી રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને અઘ્યક્ષ છે. રિલાયન્સ ફાઉન્ડેશન એક ભારતીય સખાવતી સંસ્થા છે. જેણે નસરી મોહમ્મદીના પ્રદર્શન સાથે ૨૦૧૬થી ધ મેટને સહયોગ  આપ્યો છે. તે પ્રસ્તુતિ એ યુનાઇટેડ સ્ટેટસમાં કલાકારના કાર્યનું પ્રથમ સંગ્રહાલય હતું અને તે ધ મેટ બૂઅરના ઉદ્ધાટન પ્રદર્શનનોમાંનું પણ એક હતું. વર્ષ ૨૦૧૭ માં રિલાયન્સ ફાઉન્ડેશનને ભારતની કળાઓનું અન્વેષણ અને ઉજવણી કરવાના પ્રદર્શનોને ટેકો આપવા પ્રતિબઘ્ધતા દર્શાવી. આ અંતર્ગત લાગ મેળવવા પહેલું પ્રદર્શન ગંગા પરના આધુનિકતાવાદ હતું. રધુબીરસિંહ ફોટોગ્રાફસ (૧૧ ઓકટોબર ૨૦૧૭ – ર જાન્યુઆરી ૨૦૧૮) ત્યારબાદ અલૌકિક પ્રકૃતિ મૃણાલિની મુખર્જી (૪ જુન સપ્ટેમ્બર ૨૯,૨૦૧૯) જે યુનાઇટેક સ્ટેટસમાં મુખર્જીના કાર્યનું પ્રથમ વ્યાપક પ્રદર્શન દર્શાવે છે. અન્ય પ્રદર્શનો કે જેઓ આ પ્રાયોજકતાથી લાભ મેળવશે તેમાં આગામી ટ્રી અને સર્પ સામેલ છે. ભારતમાં પ્રારંભિક બૌઘ્ધ આર્ટ, ૨૦૦ બી.સી., એ.ડી. ૪૦૦, નવેમ્બર ૧૦, ૨૦૨૦ માં ધ મેટ ફિફથ એવન્યુમાં, પ્રદર્શનો સાથે ૧૭મી સદીના મોગલ આર્ટ અને સમકાલીન ભારતીય શિલ્પ જેવા વિષયોને આવરી લેવાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.