ઉપપ્રમુખપદે જયેશભાઈ વાછાણીની નિમણુક
માણાવદર નગરપાલિકા ની સ્થાનિક ચુંટણી માં ભાજપને રકાસ આપી કોંગ્રેસે ૧૫ સીટ મેળવીને વિજય હાંસલ કર્યો હતો કોંગ્રેસના સમર્થનમાં ગુજરાત જન ચેતના પાર્ટીના ઉમેદવાર જેન્તીભાઇ પનારા એ કોંગ્રેસને ટેકો આપતા કોંગ્રેસે ૧૬ સભ્યોનું સંખ્યાબળ મેળવ્યું હતુ . આજરોજ નગરપાલિકા ના ટાઉનહોલમાં પ્રમુખ અને ઉપ પ્રમુખ ની યોજાયેલી ચુંટણી માં નગરપાલિકા ના પ્રમુખ તરીકે કોંગ્રેસના નિર્મળસિંહ ચુડાસમા તથા ઉપ પ્રમુખ તરીકે જયેશભાઇ વાછાણી ૧૬ સભ્યોના સમર્થન થી વિજેતા જાહેર થયા હતા.
વર્તમાન ચુંટાયેલા પ્રમુખ નિર્મળસિંહ ચુડાસમા નાની ઉંમર થી જ પ્રજાકિય કાર્યા અને સમાજ સેવા સાથે સંકળાયેલા છે તેમનુ જમા પાસુ એ છે કે તેમણે તૂટતા સંબંધો જોડવામાં મોટો ફાળો આપ્યો છે. અનેકના ઉજ્જડ થતાં ધરોને ફરી સાંધ્યા છે એક દિલદાર અને દિલેરી વ્યક્તિ તરીકે માણાવદર તાલુકા માં તેમની મોટી લોક ચાહના રહી છે નિર્મળસિંહ ( ભઇલાબાપુ ) નિરાભિમાન અને ગરીબોના દાતા હોવાથી શહેરના તમામ લોકો તેમના અભિવાદનમાં ઉમટી પડયા હતા અને ઢોલનગારા ના નાદ અને અબીલ ગુલાલ ના છાંટણા થી શહેર આખું ગુલાલમય બનાવી દીધું હતું. …