કોર્પોરેશન દ્વારા નિર્મળા મેઇન રોડ પર ફાયર સ્ટેશન અને સ્ટાફ કવાટર તેમજ રૈયા ગામ ખાતે આધુનિક સ્મશાનની કામગીરી ચાલી રહી છે. જેની આજે મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ મુલાકાત કરી હતી અને કાર્ય પ્રગતિની સમીક્ષા કરી હતી.
નિર્મળા રોડ ઉપર આવેલ ફાયર બ્રિગેડ સ્ટેશનનું અંદાજીત 25 વર્ષ પૂર્વ બાંધકામ કરવામાં આવેલ છે. આ ફાયર બ્રિગેડ સ્ટેશનમાં ફરજ બજાવતા કર્મચારીમાં માટે બે સ્ટાફ કવાર્ટર છે. જે જર્જરિત થયેલ છે. અને સ્ટાફ ક્વાર્ટરની અપુરતી સુવિધા છે. જેથી આ ફાયર બ્રિગેડ સ્ટેશનનું રી-ડેવલોપમેન્ટ કરવાનું નક્કી કરવામાં આવેલ છે. રસ્તાના ફ્રન્ટ સાઈડમાં ફાયર બ્રિગેડ સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટરનું આયોજન કરવામાં આવેલ છે.
વોર્ડ નં.-9માં રૈયા મુકિતધામ ખાતે ઇલેકટ્રીક અને ગેસ આધારીત ક્રિમેશ ફર્નેશ સીસ્ટમ અને સંલગ્ન કોમ્પ્રેહેન્સિવ ઇલેકટ્રીક, મીકેનીકલ, સીવીલ કામ સાથે પાંચ વર્ષનું ઓપરેશન અને મેઇન્ટેનન્સે કરવાનું કામ ચાલી રહ્યું છે.
મુલાકાતમાં મ્યુનિ. કમિશનર અમિત અરોરા સાથે નાયબ મ્યુનિ.કમિશનર એ.આર.સિંઘ, સિટી એન્જી. કે. એસ. ગોહેલ, પી.એ.(ટેક.) ટુ હિમાંશુભાઈ દવે, ડી.ઈ.ઈ. ગાવિત અને વી.સી. કારિયા હાજર રહ્યા હતા.