- SIFF યંગ આર્ટિસ્ટ ટોપ-10 કોમ્પીટીશન
- SIFF યંગ આટિસ્ટ કોમ્પિટીશનમાં વોઇસ ઓફ યંગ આર્ટિસ્ટનું પરિણામ જાહેર: ડાન્સર ઓફ યંગ આર્ટીસ્ટ, કિબોર્ડ ઓફ યંગ, આર્ટિસ્ટ સ્પર્ધાનું પરિણામ આગામી દિવસોમાં જાહેર થશે
SIFFયંગ આટિસ્ટ-2023 ભારતના બાળકો માટે એક રાષ્ટ્રીય સ્તરની પ્રતિભા પ્રતિયોગીતા છે. જેનો ઉદેશ્ય વિદ્યાર્થીઓને પ્રેરણા અને માન્યતા પ્રદાન કરવાનો છે. આ ઇવેન્ટ દ્વારા વધુમાં વધુ વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કરવમાં આવે છે. અને તેમને પુરસ્કારથી પણ સન્માનીત કરવમાં આવે છે. આ ઇવેન્ટનો મુખ્ય ઉદેશ્ય બાળકોને પ્રતિભા શોધવા અને કલાના માઘ્યમથી તેમની પ્રતિભાને સમર્થન કરવાનું છે. ત્યારે વર્ષ 2023 માં SIFFયંગ આટિસ્ટ વોકલ કોમ્પીટીશનમાં કેયા પથીકભાઇ દફતરીએ ભાગ લીધો હતો. આ ઓનલાઇન સ્પર્ધામાં હજારોની સંખ્યામાં યુવાઓએ દેશભરમાંથી ભાગ લીધો હતો. કેયાએ ખુબ જ ઉત્કષ્ટ દેખાવ કરી ટોપ-10માં સ્થાન મેળવી વિજેતા થઇ છે.
ઉલ્લેખનીય છે ક સંગીત અને નૃત્યની વિવિધ વિદ્યાઓમાં રાષ્ટ્રીય સ્તરની પ્રતિભા પ્રતિયોગીતા SIFFયંગ આટિસ્ટ વોકલસ કોમ્પીટીશન-2020 માં પણ કૈયા દફતરીએ પ્રથમ વખત ભાગ લીધો હતો. જો કે હવે આ વર્ષે કૈયાએ ખુબ જ સુંદર એક બોલીવુડ સોગ્સ રજુ કર્યુ હતું. જેને લોકો ખુબ જ પસંદ કર્યુ હતું. ઉપરાંત કેયાના વિડીયોમાં હજારોની સંખ્યામાં લાઇકસ આવેલ. તથા જયુરી મેમ્બર્સ પણ કૈયાના ગીતથી ખુબ જ પ્રભાવિત થઇ ગયા હતા. અને કૈયાએ 31 રાજયોમાંથી ભાગ લીધેલ સ્પર્ધકોમાંથી ટોપ-10 માં સ્થાન મેળવીને માતા-પિતા પરિવારનું નામ રોશન કર્યુ છે.
‘અબતક’ સાથેની વાતચીતમાં કેયા દફતરીએ જણાવ્યું હતું કે હું નાની હતી ત્યારથી જ સંગીત શીખવાનું શરુ કર્યુ હતું. હું દરરોજ ભણવા સાથે મ્યુઝીક માટે સમય કાઢતી હતી. મે વર્ષ 2020 માં પણ SIFF ની ઓનલાઇન કોમ્પીટીશનમાં ભાગ લીધો હતો. પરંતુ ત્યારે મારું સિલેકશન થયું ન હતું. ત્યારબાદ આ વર્ષે મારે ધો. 10 ના બોર્ડની પરીક્ષા હતી. તેથી મ્યુઝીક પર એટલું ફોકસ ન હતું. પરંતુ મે SIFF ની વોઇસ ઓફ યંગ આટીસ્ટ ની ઓનલાઇન કોમ્પીટીશનમાં ભાગ લીધો હતો. જેમાં હજારો યુવા સ્પર્ધકોમાં ટોપ-10 વિજેતાઓમાં મારું નામ આવતા ખુબ જ ખુશી થઇ કે આ વખતે મેં મારી ધોરણ 10 માં 87 ટકા લાવી અને મ્યુઝીક પ્રત્યેની લગનના કારણે ટોપ-10 વિજેતા બની અને ભવિષ્યમાં વિવિધ મ્યુઝીક કોમ્પીટીશનમાં ભાગ લઇ વિનર બનવું છે. મોટા સેલીબ્રીટી સાથે સ્ટેજ સેર કરવું છે, અને મ્યુઝીક જ આગળ વધવું છે. અને મારા મમ્મી-પપ્પાનો ખુબ જ સાથ સહકાર મળ્યો છે. તેમાં પણ મારા પપ્પા વ્યવાસયે વકીલ છે.
જયારે જયારે મારે કયાંક જવાનું થાય ત્યારે તે બધા જ કામ મૂકીને મારી સાથે આવે છે. મને તમામ સ્પોર્ટ આપે છે. તેમનો આ જુસ્સો જોઇને મને પણ કંઇક કરવા પ્રેરણા મળે છે. મેં ભણવામાં અને મ્યુઝીકમાં સારું પ્રદર્શન કરતા તેઓ ખુબ જ ખુશ છે.
કેયાનો મ્યુઝીક પ્રત્યેનો લગાવ જ સફળતાની ચાવી: મમ્મી-ડેડી
‘અબતક’ સાથેની વાતચીતમાં કેયાના મમ્મી નૂપૂર દફતરીએ જણાવ્યું હતું કે કૈયા 8 વર્ષની હતી ત્યારે પ્રથમ વખત અરીજીત સિંધનું સોંગ ગાયું હતું તે દિવસે હું ખુબ જ ખુશ હતી કારણ કે કેયામાં કયાંક હું તેને જોતી હતી. કૈયાને મ્યુઝીકલ પ્રત્યે અનહદ લગાવ છે તે નાની હતી ત્યારથી જ સંગીત શિખવાનું શરુ કર્યુ હતું. રોજ પ્રેકટીસ કરતી આ વર્ષે ધો.10 બોર્ડની પરિક્ષા હતી તેથી તેને ભણવા પર જ ફોકસ કર્યુ હતું. હમણા ધોરણ 10 નું રીઝલ્ટ આવ્યું જેમાં કૈયાને 87 ટકા આવેલ. હું અને તેના પપ્પા ખુબ જ ખુશ છીએ કે કૈયા ભણવામાં એટલું જ રસ ધરાવે છે. જેટલો તેને મ્યુઝીક પ્રત્યપ્રેમ છે. કેયાને મ્યુઝીકલ આગળ વધારવા અને પુરા પ્રયત્નો કરીએ છીએ.
યુવા પ્રતિભાને નિખારવાનું કામ અમે કરીએ છીએ: નિકિતા બાટવીયા
‘અબતક’ સાથેની વાતચીતમાં SIFFયંગ આટિસ્ટના નિકિતા બાટવીયાએ જણાવ્યું હતું કે SIFF યંગ આટિસ્ટની સ્થાપના 2020માં સમગ્ર ભારતમાં શાસ્ત્રીય- સમકાલીન સંગીત અને નૃત્યને સક્ષમ કરવા માટે કરવામાં આવી હતી. અમે યુ ટયુબ વિડિયો ટયુટોરિયલ્સ અને લાઇવ વર્ગો માઘ્યમથી વિનામૂલ્યે સંગીત અને નૃત્યનું ઓનલાઇન શિક્ષણ આપીએ છીએ. અમે વર્ષ 2023 માં SIFFયંગ આટિસ્ટ ઓનલાઇન કોમ્પીટીશન નું આયોજન કરવામાં આવેલ. જેમાં વોસસ ઓફ યંગ આર્ટીસ્ટ, ડાન્સર ઓફ યંગ આટીસ્ટ તથા કિબોર્ડ ઓફ યંગ આર્ટીસ્ટ એમ ત્રણ અલગ અલગ ઓનલાઇન સ્પર્ધાનું આયોજન કરેલ.
જેમાં વોઇસ ઓફ યંગ આર્ટીસ્ટ સ્પર્ધામાં દેશભરમાંથી 2000 ની એન્ટી આવેલ હતી અને 31 રાજયોના 1000 થી વધુ યુવા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાંથી કેયા પથીકભા દફતરીએ ટોપ-10માં સ્થાન મેળવી વિજેતા બનેલ. જયુરી મેમ્બર્સને કેયાનું પર્ફોમ્સ ખુબ જ પસંદ આવ્યું અને કેયાના વિડીયોને પણ લોકોએ ખુબ જ લાઇકસ. આપી હતી. હજુ આગામી દિવસોમાં બીજી બે સ્પર્ધાનું પરિણામ જાહેર થશે. અમે જે લોકોને સંગીત નૃત્ય ક્ષેત્રે આગળ વધવું છે. તેના માટે આ પ્લેટ ફોર્મ તૈયાર કર્યુ છે. અમારી સંસ્થા વિશે માહીતી માટે મો. નં. 95130 44491 પર સંપર્ક કરી શકાશે.