ભારતીય ક્રિકેટને દુષણમાંથી ઉગારવા લોધા પેનલે કરેલા સુધારા મૂલવવાનો પ્રયાસ
ભારતીય ક્રિકેટને દુષણોમાંથી ઉગારવા માટે ન્યાયાલયે રચેલી લોધા પેનલે મહત્વના સુધારા કર્યા હતા. આ સુધારણાને મૂલવવા માટે બીસીસીઆઈ દ્વારા નવી કમિટીની રચના કરી છે! જેમાં આશ્ર્ચર્યજનક રીતે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના પૂર્વ પ્રમુખ નિરંજન શાહનો ‘ખાસ આમંત્રિત’ તરીકે સમાવે કરાયો છે.
૭૩ વર્ષિય નિરંજન શાહ ત્રણ દસકાથી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. ઉપર એકહથ્થુ શાસન કરતા હતા. અલબત લોધા પેનલના સુધારાના કારણે તેઓ તમામ અદાલતોમાં અમાન્ય ઠર્યા હતા. લોધા પેનલના સુધારા મૂલવવા માટે રચાયેલી કમિટિમાં ઘૂસવા માટે નિરંજન શાહે અંગત રસ લીધો હોવાનું જાણવા મળે છે.
લોધા પેલના કારણે ૭૦ વર્ષથી વધુ વયના સતાધીશો અમાન્ય ઠર્યા છે. પરિણામે તેઓ ફરીથી સત્તા મેળવવા ફાંફા મારી રહ્યા છે. જેથી લોધા પેનલના સુધારા મૂલવવાના નામે ‘રસ્તા કાઢવા’નો પ્રયાસ થઈ રહ્યો છે. હાલ આ કમિટિમાં ૮ સભ્યો છે જેના અધ્યક્ષ રાજીવ શુકલા છે. સૌરવ ગાંગુલી, નાબા ભટ્ટાચાર્ય, ટીસી મેથ્યુ, અમિતાભ ચૌધરી, અનિ‚ધ્ધ ચૌધરી અને જય શાહ સહિતના સભ્યો કમિટિમાં છે.