ખીલતે હૈ ગુલ યહાઁ મિલકે બિછડને કો…
ખીલતે હે ગુલ યહાં…મિલ કે બિછડ ને કો…, લીખે જો ખત તુ જે, આજ મદહોશ હુઆ જાયે રેજેવા અનેક યાદગાર રોમેન્ટિક સોંગ્સ આપનાર હિન્દી ફિલ્મોના પ્રસિદ્ધ ગીતકાર કવિ ગોપાલદાસ નિરજે ચીર વિદાય લીધી છે.
પદ્મ ભૂષણ એવોર્ડ વિજેતા હિન્દી સાહિત્યકાર અને ફિલ્મ જગતમાં પોતાના રચિત ગીતો મારફત ભારે લોકચાહના પ્રાપ્ત કરનાર કવિ ગોપાલદાસ નીરજને માથામાં ઇજા પહોંચતા દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર કારગત ન નિવડાત ૯૪ વર્ષની વયે તેઓએ ચીર વિદાય લીધી હતી. સ્વ.ગોપાલદાસના મૃતદેહને આગ્રા ખાતે અંતિમદર્શન અર્થે રાખવામાં આવનાર છે,ત્યાર બાદ અલીગઢ ખાતે અંતિમ વિધી સંપન્ન કરવામાં આવશે.
હિન્દી કવિ-સાહિત્યકાર ગોપાલદાસ નિરજનો જન્મ ઉત્તરપ્રદેશનાં ઈટાવા નજીક પુરાવલી ખાતે ૪ જાન્યુઆરી ૧૯૨૫ નાં રોજ થયો હતો. બાળપણમાં પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ ઈટાવામાં ટાઈપીસ્ટની નોકરી ઉપરાંત અન્ય કામકાજ કરી કાનપુરમાં હિન્દીના વકતા તરીકેનુ શિક્ષણકાર્ય કોલેજમાં કરેલ. ત્યારબાદ તેઓ કવિ સંમેલનથી લોકપ્રિય થતા ફિલ્મ જગત તરફથી સહકાર સાંપડતા તેમણે ફિલ્મી ગીતોની રચનાઓ શરૂ કરેલ હતી.
ગોપાલદાસ નિરજ દ્વારા સાહિત્યક્ષેત્રે સાધવામાં આવેલ પ્રગતિ બદલ તેઓને જીવનકાળ દરમ્યાન અનેક એવોર્ડ, ઈનામ તથા પારીતોષીકો મળેલ હતા. જેમાં ભારત સરકાર તરફ પદ્મશ્રી અને પદ્મભૂષણ, શ્રેષ્ઠ ગીતોની રચના બદલ ૩ વાર ફિલ્મ ફેર એવોર્ડ પણ મળેલ છે.
કવિ ’નીરજ’ ગોપાલદાસ રચિત અનેક લોકપ્રિય ગીતોમાં સૌથી વધારે પ્રચલિત થયેલ એ ભાઈ જરા દેખ કે ચલો, દિલ આજ શાયર હૈ, શોખીયોમાં ઘોલા જાયે, ફુલો કા શબાબ., આજ મદહોશ હુઆ જાયે રે, લીખે જો ખત તુજે., વિગેરેનો સમાવેશ થાય છે. તેમની ચીર વિદાયને કારણે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં શોકનું મોજું ફરી વળ્યું છે.