ગુજરાતના સુરતમાં રહેનારી ફક્ત નવ વર્ષની ધનશ્રી મહેતાએ સૌથી નાની ઉમ્રમાં યુરોપની સૌથી ઊચી પર્વતશૃંખલા માઉંટ એલબ્રુસ પર ચઢાઈ કરી લીધી છે. આ પર્વતની ઊચાઇ 18 હજાર 510ફિટ છે. ધનશ્રી તેમની માં સારિકા, 13 વર્ષના ભાઈ જનમ અને તેણીના પિતા જિગ્નેશની સાથે આ પર્વતશૃંખલા પર પહોચી હતી. તેઓએ 13 જૂને ચડવાનું ચાલુ કર્યું હતું અને 18 જૂનેઆ પરિવારે માઉંટ એલબ્રેસને ફતેહ કરી લીધો હતો. વ્યવસાયે પર્વતારોહણ તેમજ બાઈકર ધનશ્રીની માતા સારિકાએ જણાવ્યુ કે એક સમયે ભારે તોફાન આવ્યું હતું અને અમે પાછા જવાનું વિચારી રહ્યા હતા. અમે બાળકોને લઈને બોવ ડરી રહ્યા હતા પણ બાળક દ્રઢ રહ્યા. ધનશ્રી અને તેમના પરિવાર માટે છેલ્લો દિવસ ખૂબ કઠિન હતો કારણકે 10 થી 12 કિલો વજન પીઠ પર રાખીને શિખર સુધી પહોચવામાં 11 કલાક જેટલો સમય લાગ્યો હતો. ધનશ્રી અને જનમનો ઉત્સાહ વધારવામાં બીજા પર્વતારોહણે પણ મદદ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.