કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ – ગોધરા દ્વારા “પ્રેરણાદાયી કાર્ય.” શ્રી હરિ સબકા મંગલ હો ની ભાવનાથી અમેરિકા નિવાસી કચ્છના વતન પ્રેમી દાતા ના સંહયોગથી નવ સિલાઈ મશીન અપાયા. કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ- ગોધરા દ્વારા અમેરિકા નિવાસી કચ્છના વતન પ્રેમી દાતા તરફથી તા.20 /11 ને બુધવારના રોજ માંડવીના જરૂરત મંદ બહેનોને નવ સિલાઈ મશીન અર્પણ કરી “આત્મનિર્ભર” બનાવાયા હતા.
ઇષ્ટદેવ રામદેવ મહાપ્રભુજીની મઢી, માંડવી મધ્યે તા. 20 /11 ને બુધવારના રોજ માંડવી ચેમ્બર ઓફ કોમર્સ અને માંડવી સર્વાંગી વિકાસ કાઉન્સિલના પ્રમુખ વાડીલાલ દોશીના પ્રમુખ પદે યોજાયેલા, “બહેનોને આત્મનિર્ભર” બનાવવાના કાર્યક્રમમાં માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ શાંતિલાલ ગણાત્રા, દિલાવર દાતા ભરત થલેશ્વર( સોની), જૈન અગ્રણી જયેશ જી. શાહ, માંડવી સર્વાંગી વિકાસ કાઉન્સિલરના મંત્રી અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહ અને ગોધરા સરકારી હાઈસ્કૂલના નિવૃત્ત આચાર્ય નીતિન ચાવડા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ -ગોધરાના પ્રમુખ અરવિંદ જોશીના પ્રયાસોથી “શ્રી હરી” સબકા મંગલ હો. ની ભાવનાથી, પૂજ્ય સંત શિરોમણી ઓધવ રામજી મહારાજના આશીર્વાદથી, અમેરિકા નિવાસી કચ્છના વતન પ્રેમી દાતા ના આર્થિક સહયોગથી જાડેજા દેવુબા સંગ્રામજી (માંડવી), રાજગોર શિલ્પા, ચૌહાણ હીનાબા પરેશસિંહ( ધુણઈ ,હાલે મુન્દ્રા), રેખા ચાપસી ઝાલા (માંડવી),કષ્ટા ગૌરી મૂળરાજ (માંડવી) , કષ્ટા કલ્પના સંદીપ (માંડવી ),વનીતા ભરત પાંજરીવાળા( સલાયા- માંડવી), ખારવા શીલા ખીમજી (સલાયા -માંડવી), અને મોટી ભાડઈ, તા. માંડવીના એક બહેન સહિત જરૂરત મંદ કુલ 9,(નવ)બહેનોને મંચસ્થ મહેમાનો વાડીલાલ દોશી, શાંતિલાલ ગણાત્રા, ભરત થલેશ્વર (સોની), જયેશ જી. શાહ ,દિનેશ શાહ ,નીતિન ચાવડા, નિલેશ ઝાલા, વિજય ભદ્રેશા( પૂર્વ પ્રમુખ, માંડવી ખારવા સમાજ), વિજય ભદ્રેશા( પૂર્વ પ્રમુખ ,માંડવી ખારવા સમાજ), અરવિંદ રાઠોડ (મંત્રી ,માંડવી ખારવા સમાજ), વિશ્રામ ચુડાસમા (પ્રમુખ ,સલાયા ખારવા સમાજ ),ગોવિંદ (ઉપપ્રમુખ, સલાયા ખારવા સમાજ )અને ડૉ. શંકરલાલ ફોફંડી (સેવાભાવી આગેવાન ) અને મેહુલ પીઠાડિયાના હસ્તે નવ બહેનોને સિલાઈ મશીન અર્પણ કરી “આત્મ નિર્ભર “બનાવ્યા હતા.
પ્રારંભમાં રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશ શાહે સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી, કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ-ગોધરાની સેવાકીય પ્રવૃત્તિઓની વિગતે માહિતી આપી સમિતિના પ્રમુખ અરવિંદ જોશીને અભિનંદન પાઠવ્યા હતા.
સાત બહેનોની સિલાઈ મશીનની માંગણી નિલેશ ઝાલા અને બે બહેનોને સિલાઈ મશીનની માંગણી દિનેશ શાહ પાસે આવતા તેમણે સમિતિના પ્રમુખ અરવિંદ જોશી પાસે રજૂઆત કરતા અરવિંદ જોશી એ વોટ્સએપ ઉપર મેસેજ વાયરલ કરતા પોતાનું નામ આપ્યા વગર “શ્રી હરી”, સબકા મંગલ હો.ની ભાવનાથી પૂજ્ય સંત શિરોમણી ઓધવ રામજી મહારાજના આશીર્વાદથી અમેરિકા નિવાસી કચ્છી વતન પ્રેમી દાતાએ, મેસેજ વાંચીને નવ સિલાઈ મશીન આપવાની માંગણી નો સ્વીકાર કર્યો હતો. પ્રમુખ સ્થાનેથી વાડીલાલ દોશી, અતિથિ વિશે પદેથી શાંતિલાલ ગણાત્રા, ભરત થલેશ્વર( સોની), નીતિન ચાવડા, નિલેશ ઝાલા અને મેહુલ પીઠાડિયા વગેરે પોતાના પ્રાસંગિક પ્રવચનમાં કચ્છ વિકાસ ગામ વિકાસ સમિતિ – ગોધરા અને તેમના પ્રમુખ અરવિંદભાઈ જોશીની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી તેમને અભિનંદન પાઠવ્યા હતા.
કાર્યક્રમનુ સંચાલન માંડવી સર્વાંગી વિકાસ કાઉન્સિલના મંત્રી દિનેશ શાહે કરેલ હતું જ્યારે છ કોટી જૈન સંઘ અને સેવા મંડળના ટ્રસ્ટી જૈન અગ્રણી જયેશ જી. શાહે આભાર દર્શન કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા નિલેશ ઝાલા અને સંદીપ કષ્ટા એ જહેમત ઉઠાવી હતી.
રમેશ ભાનુશાલી