ભાવનગરથી અલંગ જતાં બંને ભાઇ અને બે ડ્રાઇવરને આંતરી ધોકાથી માર માર્યો

ભાવનગરના વિજયરાજનગરમાં રહેતા અને અલંગ ખાતે શિપીંગનો વ્યવસાય કરતા વેપારી તેના ભાઇ અને બે ડ્રાઇવર પર બુધેલ ચોકડી પાસે નવ જેટલા શખ્સોએ આંતરી ધોકાથી હુમલો કરી રૂ.૨૫૦૦ની લૂંટ ચલાવ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભાવનગરથી જી.જે.૪સીએ. ૭૦૦૯ નંબરની મર્સીડીઝમાં બટુકભાઇ બાલાભાઇ પટેલ તેમના ડ્રાઇવર જયેન્દ્રભાઇ જોષી અને બબલુ અલંગ જઇ રહ્યા હતા જ્યારે તેમના ભાઇ મુકેશભાઇ બીજી કારમાં પાછળ અલંગ આવી રહ્યા હતા ત્યારે બુધેલ ચોકડી પાસે દાનસંગ મોરી, ભવાનીસંગ મોરી, હઠીસંગ, જશપાલ, ભીખાભાઇ, રઘુભાઇ, ગોપાલભાઇ, મહેશ જેતાણી અને બીજા ત્રણ અજાણ્યા શખ્સોએ સ્કોડા અને ઇનોવા કારમાં ઘસી આવ્યા હતા અને લાકડાના ધોકાથી માર મારી રૂ.૨૫૦૦ રોકડાની લૂંટ ચલાવ્યાની બટુકભાઇ પટેલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. બુધેલાના શખ્સોએ ડ્રાઇવરને માર મારી તેની પાસેથી કારની ચાપી પડાવવા પ્રયાસ કર્યાની અને ભાવનગરથી અલંગ જવા બુધેલથી જ નીકળવુ પડે તેવી ધમકી દીધાનું ફરિયાદમાં જણાવ્યું છે.

WhatsApp Image 2019 11 11 at 11.59.49 AM

લૂંટની ઘટના બાદ બટુકભાઇ પટેલ કલેકટર પાસે રજૂઆત કર્યા બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ. એચ.સી.ચુડાસમાએ બુધેલના શખ્સો સામે લૂંટનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.