ગ્રેજયુએટ, ડબલ ગ્રેજયુએટ અને આઈ.ટી. એન્જીનીયર બનેલા નવ અતિ શિક્ષિત આત્માઓ આગામી તા.૪/૨/૧૮ના શુભ દિવસે રાષ્ટ્રસંત પૂ.ગુરુદેવ નમ્રમુનિ મ.સા.ના શ્રીમુખેથી દેવોને પણ દુર્લભ એવા ‘દિક્ષા મંત્ર-કરેમિ ભંતે’નો પાઠ ભણી દિક્ષીત થશે. જે અંતર્ગત ઐતિહાસિક સંયમ મહોત્સવ અમદાવાદની ધન્યધરા ઉપર એલિસબ્રીજ સ્થાનકવાસી જૈન સંઘ સંકલિત સમસ્ત અમદાવાદ જૈન સમાજના ઉપક્રમે રીવરફ્રન્ટ ખાતે યોજાશે. જેની વિગત આપવા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જૈન અગ્રણીઓ તુષારભાઈ મહેતા, ઈશ્ર્વરભાઈ દોશી, પ્રવિણભાઈ કોઠારી, ઉપેનભાઈ મોદી, સુશીલભાઈ ગાડા, ચંદ્રકાન્તભાઈ શેઠ, ડોલરભાઈ કોઠારી, દિલેશભાઈ ભાયાણી, પ્રતાપભાઈ વોરા, મનોજભાઈ ડેલીવાળા, નરેન્દ્રભાઈ દોશી અને સંજયભાઈ શેઠ ઉપસ્થિત રહ્યા હતા.

દીક્ષા દાતા પૂ.ગુરુદેવ નમ્રમુનિ મ.સા. મુંબઈ પાવનધામ ખાતેનું ચાતુર્માસ પરીપૂર્ણ કરી ત્યાંથી આગામી ૯ નવેમ્બરના રોજ ગુજરાતમાં વિહાર કરશે. ૧૦ ડિસેમ્બરના રોજ સંયમ મહોત્સવ ઉપલક્ષે અમદાવાદની પૂણ્યભૂમિમાં પ્રવેશ કરશે. તાજેતરમાં મુંબઈના ધર્મ મહોત્સવમાં મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીએ અમદાવાદ ખાતે યોજાનાર સંયમ મહોત્સવમાં સૌ ધર્મપ્રેમીઓને ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવ્યું હતું. પૂ.ગુરુદેવના પાવન સાનિધ્યમાં અમદાવાદ ખાતે અને અનેક ધર્મભીના આયોજનો થશે. ઐતિહાસિક સંયમ મહોત્સવમાં મુમુક્ષુ અંકિતાબેન દિનેશભાઈ વોરા (બી.કોમ), મુમુક્ષુ ચાર્મીબેન જિતેન્દ્રભાઈ કામદાર (આઈ.ટી.એન્જી), મુમુક્ષુ પરિધિબેન મિલનભાઈ મહેતા (બી.કોમ), મુમુક્ષુ સલોનીબેન બકુલભાઈ પારેખ (બી.કોમ), મુમુક્ષુ પ્રિયલબેન હર્ષદભાઈ બેલાણી (એમ.કોમ), મુમુક્ષુ છાયાબેન દિનેશભાઈ કકકા (બી.કોમ), મુમુક્ષુ હેતબેન ભુપેનભાઈ મહેતા (બી.કોમ), મુમુક્ષુ દિવ્યાબેન લલિતભાઈ સોલંકી (બી.કોમ) અને મુમુક્ષુ વીરાંશીબેન દિલેશભાઈ ભાયાણી (એચ.એસ.સી) દિક્ષા ગ્રહણ કરશે.

અમદાવાદના રીવરફ્રન્ટ ખાતે આગામી ૪ ફેબ્રુઆરીના રોજ યોજાનારા ઐતિહાસિક સંયમ મહોત્સવમાં નવ મુમુક્ષુઓ દીક્ષા મંત્ર ભણશે

સંયમી આત્માઓનું ગોંડલમાં કરાયું શાહી સન્માન

તાજેતરમાં નવ મુમુક્ષુ આત્માઓ પરાપૂર્વ અને વર્ષોની પરંપરા અનુસાર ડુંગરદાદાના દરબારમાં નામ ગોંડલ મુકામે ગોંડલ સંપ્રદાયની અનુજ્ઞાવિધિ માટે પધાર્યા હતા. આ નવ મુમુક્ષુ આત્માઓની ભવ્ય સંયમ અનુમોદના શોભાયાત્રાનો શુભારંભ પ્રભુ મહાવીર એવમ્ સંયમી આત્માઓના જય-જયકાર સાથે થયો હતો બેનાણી વાડીથી શહેરના રાજમાર્ગો ઉપર જયનાદ સાથે પસાર થઈ આચાર્ય દેવ પૂ.ડુંગરસિંહજી માર્ગ, નાની બજાર થઈ ગાદીના ઉપાશ્રય ખાતે સંયમ અનુમોદના સભામાં પરિવર્તિત થઈ હતી. સમારોહ મધ્યે ગોંડલ સંઘ-સંપ્રદાય, રાજવી પરિવાર તથા ગોંડલ શહેરની અઢારે આલમ મુમુક્ષુ આત્માઓનું રજવાડી અને શાહી સન્માન કરી અભિવાદન કરાયું હતું.

ગોંડલ સંપ્રદાયના પ્રમુખ પ્રવિણભાઈ કોઠારીએ ઉપસ્થિત દરેકનું ભાવથી સ્વાગત કર્યું હતું. સંયમ અનુમોદનાના અણમૂલા અવસરે ગોંડલ નગરપાલિકાના કારોબારી ચેરમેન તથા પૂર્વ પ્રમુખ પૃથ્વીસિંહજી જાડેજા, નાગરિક બેંકના ચેરમેન યતિશભાઈ દેસાઈ વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગોંડલ સંપ્રદાય વતી પ્રવિણભાઈ કોઠારી, ચંદ્રકાંતભાઈ શેઠ, ઈશ્ર્વરભાઈ દોશીએ મુમુક્ષુ આત્માઓને સહર્ષ સંયમ અનુજ્ઞા આપી શુભેચ્છા સહ અભિનંદન પાઠવ્યા હતા. સમગ્ર સૌરાષ્ટ્રના સંઘો વતી જેતપુર સંઘના વિનુભાઈ કામાણીએ પ્રસંગોચિત વકતવ્ય આપ્યું હતું. ગોંડલ શહેરના ગોંડલ નવાગઢ સંઘ, સંઘાણી સંઘ, તપગચ્છ સંઘ, લોકાગચ્છ સંઘ, દિગંબર સંઘ સહિત પાંચેય સંઘોએ રજત શ્રીફળ અર્પણ કરી અભિવાદન કરવામાં આવ્યું હતું. ભાવેશભાઈ શેઠ, સંજયભાઈ શેઠ, દિનેશભાઈ દોશી, કૌશિકભાઈ વિરાણી, પરેશભાઈ સંઘાણી, સુશીલભાઈ ગોડા, ભરતભાઈ દોશી, ઉપેનભાઈ મોદી, મેહુલભાઈ દામાણી, મિલનભાઈ મીઠાણી, સેજલભાઈ કોઠારી, જગદીશભાઈ શેઠ, હિતેશભાઈ મણીયાર, કમલેશભાઈ મોદી, નરેન્દ્રભાઈ દોશી, અલ્પેશભાઈ મોદી, સચીનભાઈ વાલાણી, તુષારભાઈ મહેતા, મનોજભાઈ ડેલીવાળા સહિત વિશાળ સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહી શોભામાં અભિવૃદ્ધ કરી હતી.

ગોંડલમાં બિરાજમાન પૂ.ધર્મીલાબાઈ મ.આદિ તથા સંઘાણી સંપ્રદાયના પૂ.સતી વૃંદ એવમ્ મૂર્તિપૂજક સમુદાયના પૂ.સાધ્વીજીઓ ઉપસ્થિત રહી મુમુક્ષુઓને હિત શિક્ષા આપી હતી. મહાસતીજીઓએ પોતાના મનનીય પ્રવચનમાં જણાવ્યું કે ચંદ્રકાંતભાઈ શેઠ તથા ઈશ્ર્વરભાઈ દોશીએ જણાવ્યું કે મુંબઈની ધરતી ઉપર ૩૨૦૦૦ ભાવિકોએ ઐતિહાસિક સંયમ મહોત્સવ માણવાના સાક્ષી બનેલ પરંતુ ગુજરાતની અમદાવાદની ધન્ય ધરા ઉપર ૫૦,૦૦૦થી વધારે ભાવિકો ઉપસ્થિત રહેશે તેવા આપણે સૌએ પ્રયત્ન કરવાના છે.

એક સાથે ત્રણ-ત્રણ પેઢી સંયમના માર્ગે

ગોંડલ સંપ્રદાયના પ્રમુખ પ્રવિણભાઈ કોઠારીએ જણાવ્યું કે નવ મુમુક્ષુ આત્મોઅમાં ભાયાણી પરિવારની ચિ.વીરાંશી પણ છે. મુમુક્ષુ વીરાંશીબેનના સંયમ મહોત્સવ પછી ગોંડલ સંપ્રદાય અને જિન શાસનના ઈતિહાસમાં સોનેરી પુષ્ઠ ઉમેરાશે. ભાયાણી પરીવારની ત્રણ પેઢી એટલે કે સૌપ્રથમ રાષ્ટ્રસંત પૂ.ગુરુદેવ નમ્રમુનિ મ.સા.ની દીક્ષા ૧૦/૨/૯૧ના રોજ રાજકોટમાં થઈ હતી. ત્યારબાદ તેઓના રત્નકુક્ષિણી માતુશ્રી પુષ્પાબેન કનૈયાલાલ ભાયાણી હાલ પૂ.પ્રબોધિકાબાઈ મ.સ.ની દીક્ષા ૩/૪/૯૭ વસઈ મુંબઈ મુકામે થઈ હતી. હવે ત્રીજી પેઢી એટલે કે રાષ્ટ્રસંત પૂ.ગુરુદેવ નમ્રમુનિ મ.સા.ના સંસારી મોટાભાઈ દિલેશભાઈ કનૈયાલાલ ભાયાણીની લાડકવાયી સુપુત્રી ચિ.વીરાંશીબેન ભાયાણીની દીક્ષા આગામી તા.૪/૨/૧૮ના અમદાવાદ મુકામ થશે. એક સાથે ત્રણ-ત્રણ પેઢી જિન શાસનનું નામ ઉજ્જવળ કરશે.

ભાગવતી દીક્ષા મહોત્સવ સંબંધે૩૦મીએ અમદાવાદમાં સ્નેહમિલન

અમદાવાદના સમસ્ત જૈન સંઘો અને અગ્રણી સંસ્થાઓના પદાધિકારીઓ દીક્ષા મહોત્સવને ભવ્ય બનાવવા આયોજનની ‚પરેખા નકકી કરશે

દીક્ષા દાનેશ્ર્વરી બનીને અનેક આત્માઓને પ્રભુ પંથ પર દોરી જઈ રહેલા રાષ્ટ્રસંત પૂજય નમ્રમુનિ મહારાજ સાહેબના ચરણ-શરણમાં આગામી ફેબ્રુઆરી મહિનામાં દીક્ષા અંગિકાર કરનારા નવ નવ મુમુક્ષુ આત્માઓનો ભાગવતી જૈન દીક્ષા મહોત્સવ ધર્મનગરી અમદાવાદની ધરા પર આયોજીત થવા જઈ રહ્યો છે ત્યારે અમદાવાદ શ્રી સમસ્ત જૈન સંઘો અને અગ્રણી સંસ્થાઓ આ મહોત્સવને દેદીપ્યમાન બનાવવા થનગની રહી છે જેના અંતર્ગત તા.૩૦/૭/૨૦૧૭ રવિવારના દિવસે એક સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે.

તા.૪/૨/૨૦૧૮ના દિવસે સમગ્ર સંસારનો ત્યાગ કરીને સંયમપથે જઈ રહેલા મુમુક્ષુ અંકિતાબેન દિનેશભાઈ વોરા રાજકોટ, મુમુક્ષુ ચાર્મીબેન જિતેન્દ્રભાઈ કામદાર-રાજકોટ, મુમુક્ષુ પરિધિબેન મિલનભાઈ મહેતા-ઝરીયા, મુમુક્ષુ સલોનીબેન બકુલભાઈ પારેખ-આકોલા, મુમુક્ષુ, પ્રિયલબેન હર્ષદભાઈ મુમુક્ષુ છાયાબેન દિનેશભાઈ કકકા-મુલુંડ, મુમુક્ષુ હેતબેન ભુપેન્દ્રભાઈ મહેતા-કોલકતા, મુમુક્ષુ દિવ્યાબેન લલિતભાઈ (મુંબઈ) અને મુમુક્ષુ વીરાંશીબેન દિલેશભાઈ (મુંબઈ)ના નિર્ધારિત થયેલા ભાગવતી જૈન દીક્ષા મહોત્સવના દસ દિવસ સુધી ચાલનારા વિશિષ્ટ અનુષ્ઠાનો અને આયોજનોની યોગ્ય ‚પરેખા નકકી કરીને આ મહોત્સવની અનુમોદના કરવા તથા મહોત્સવને દિવ્યતા અને ભવ્યતાનો ઓપ આપવા સંબંધી આયોજિત કરવામાં આવેલું આ સ્નેહ મિલન શેઠ ચમનલાલ ઉમેદચંદ પાટડીવાલા એલિસબ્રીજ સ્થાનકવાસી જૈન સંઘ-પાલડી ખાતે સવારના ૧૧:૦૦ કલાકે રાખવામાં આવ્યું છે.આ અવસરે અમદાવાદના સમસ્ત જૈન સંઘો અને સંસ્થાઓના પદાધિકારી સભ્યો તેમજ સંઘ શ્રેષ્ઠિવર્યો અને શ્રાવક-શ્રાવિકાઓ ઉપસ્થિત રહીને દીક્ષા મહોત્સવની અનુમોદના અનુમોદના સ્વ‚પ સ્નેહમિલન કરશે. સંયમ અનુમોદના સ્નેહમિલન બાદ દરેક ભાવિકો માટે પ્રીતિભોજનનું આયોજન કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.