હાઈકોર્ટથી માંડીને સુપ્રીમકોર્ટમાં ન્યાયાધીશોની ખાલી જગ્યા અને નવી નિમણુંકોને સરકાર સમયસર મંજુરી આપતી ન હોવાના વિવાદ વચ્ચે પ્રથમ વખત કોલેજીયમ દ્વારા ત્રણ મહીલા જજોને સુપ્રીમ કોર્ટમાં નિયુક્ત કરવાની ભલામણ કરવામાં આવી છે તેમાં ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસ બેલા ત્રિવેદીનો સમાવેશ કરવામાં આવ્યો છે
22 મહિલા જેવા લાંબા સમયથી ચાલતી મડાગાંઠ વચ્ચે સુપ્રીમ કોર્ટ કોલેજીયમ દ્વારા સર્વોચ્ચ અદાલતમાં નિમણુંકમાં નવ નામો સરકોરને મોકલવામાં આવ્યા છે તેમાં ત્રણ મહીલા જજનો પણ સમાવેશ થાય છે. ત્રણ મહિલા જજમાં કર્ણાટક હાઈકોર્ટના જસ્ટીસ બી.વી.નાગરાજાના, તેલંગાણા હાઈકોર્ટના ચીફ જસ્ટીસ હીમા કોહલી તથા ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસ બેલા ત્રિવેદીનો સમાવેશ થાય છે.સુપ્રીમ કોર્ટમાંથી જસ્ટીસ નરીમાનની નિવૃતિના ગણતરીના દિવસોમાં જ કોલેજીયમે નામો સુચવી દીધા છે. ત્રણ મહીલા જજ ઉપરાંત ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ વિક્રમનાથ, સિકકીમ હાઈકોર્ટના ચીફ જસ્ટીસ જે.કે.મહેશ્ર્વરીના નામોની પણ ભલામણ કરાઈ છે. દેશની હાઈકોર્ટોના સૌથી સીનીયર જસ્ટીસ અભય ઓકાનું પણ નામ છે
કોરોનાકાળમાં સરકારી કામગીરી સામે સવાલ ઉઠાવીને હિજરતી કામદારોના હિત-હકકોનું રક્ષણ કરતા ચુકાદા આપ્યા હતા. ગુજરાતના જસ્ટીસ વિક્રમતાથે પણ કોરોનાકાળની સરકારી કામગીરી સામે હસ્તક્ષેપ કર્યો હતો. ઉપરાંત કોટીરૂમના લાઈન હેલીકોપ્ટરની પ્રથમવાર છુટ્ટ આપી હતી. આ સિવાય કેરળ હાઈકોર્ટના સી.ટી.રવિકુમાર, મદ્રાસ હાઈકોર્ટના જસ્ટીસ એમ.એમ.સુંદરેશના નામોની પણ ભલામણ થઈ છે. આ ભલામણોનો સ્વીકાર થવાના સંજોગોમાં સુપ્રિમ કોર્ટમાં તમામ ખાલી જગ્યા ભરાઈ જશે.