ચોટીલા હાઇવે પર ગેરકાયદેસર ખનિજ વહન થતું હોવાની બૂમ રાડો ઉઠી હતી.ત્યારે ખનિજ ચોરી રોકવા માટે ક્રોસ ચેકીંગ હાથ ધરાયેલ હતું.જેમાં રાજકોટ ખાન ખનિજ વિભાગ અને ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ એ ચોટીલા રાજકોટ હાઇવે ઉપર વોચ ગોઠવી ને નવ ડમ્પરો ને રેતી ભરેલા પકડી પાડ્યા હતા.આમ નાની મોલડી પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી ચાર ડમ્પરો ઝડપાતા રેતી ખનિજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.
આ પકડાયેલા ડમ્પરો અને રેતી ની કિંમત મળી એક કરોડ જેટલી રકમનો મુદ્દામાલ હાલ મોલડી અને ચોટીલા પોલીસ ને સોંપી ને તેના માલિકો વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.આ પકડાયેલ ડમ્પરો પૈકી બે માં એક રાજકોટ ખાતે ખાસ સ્કવોડમાં ફરજ બજાવતા એક ખાખી વર્ધિધારી નું નામ લખેલ હોવાની ચોકાવનારી વિગતો સામે આવેલ હોવાનું સૂત્રોએ જણાવેલ છે.ત્યારે ગેર કાયદેસર રેતી કારોબારમાં તેઓની ભૂમિકા અંગે તપાસ થવાની વકી રહેલી છે.
હાલ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ થાય તે પહેલાં ઝાલાવાડમાં ગેરકાયદેસર રેતી ખનન અને વહન મોટા પ્રમાણમાં થતું હોવાનો પુરાવો રાજકોટ ના અધિકારીઓએ પકડેલા મુદ્દામાલ ઉપર થી સ્પષ્ટ થઈ રહ્યો છે.