તણસવા સીટ ઉપર બાર એસો.ના પ્રમુખ રમણીક સુતરિયા હોટ ફેવરીટ
તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીનાં મુરતીયાઓનું માન્ય લીસ્ટ ગઈકાલે બહાર પડતા ભાજપ કોંગ્રેસ અને આપ સહિત તાલુકા પંચાયત માટે 62 મૂરતીયાઓ તેમજ જિલ્લા પંચાયતની ત્રણ સીટ માટે નવ મુરતીયાઓ મેદાનમાં આવ્યા છે.
ગઈકાલે ફોર્મ ચકાસણી દરમ્યાન મેન્ડેટ ન હોવાને કારણે પાંચ ફોર્મ રદ થયા હતા તાલુકા પંચાયતની 18 સીટ માટે કુલ 62 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે.તેમાં અરણી બેઠકમાં ત્રણ,ઢાંક 1માં બે, ઢાંક 2 બેઠકમાં ચાર ડુમીયાણીમાં ચાર, ગણોદમાં ત્રણ, ખાખીજાળીયામાં ત્રણ, મેલીમજેઠીમાં બે સમઢીયાળામાં ચાર, તલેગણામાં ત્રણ, વરસંગજાળીયામાં ત્રણ, ખારચીયામાં પાંચ, ખીરસરામાં ત્રણ, કોલકીમાં પાંચ મોજીરા ત્રણ, નાગવદરમાં ચાર, પાનેલી મોટી 1 માં બે, પાનેલી મોટી2માં ચાર, જામટીંબડીમાં પાંચ મળી કુલ 62 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. જયારે જિલ્લા પંચાયતની ત્રણ સીટમાં ડુમીયાણી બેઠકમાં બે, કોલકીમાં ત્રણ, અને મોટીપાનેલીમાં ચાર ઉમેદવારો સહિત નવ ઉમેદવારો મેદાનમાં આવ્યા છે.
જેમાં મુખ્ય ભાજપ, કોંગ્રેસ, આપ વચ્ચે ચૂંટણી લડાઈ રહી છે. આપમાંથી મહિલા પ્રમુખ રાણીબેન ઉટડીયાએ ઝંપલાવી વર્તમાન તાલુકા પંચાયતના પ્રમુખ લાખાભાઈ ડાંગરને પડકાર ફેંકયો છે. જયારે તાલુકાની વરજાંગજાળીયા બેઠક ઉપર બાર એસોસીએશનના પ્રમુખ રમણીકભાઈ સુતરીયાને કોંગ્રેસે મેદાનમાં ઉતારી આ બેઠક અત્યારથી જ કોંગ્રેસના કબ્જામાં આવી ગઈ છે.
આજે બપોરે ત્રણ વાગ્યા સુધી ફોર્મ પરત ખેંચવાનાં અંતિમ દિવસે સાંજ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે. આગામી તા.28મીએ મતદાન થયા બાદ બે તારીખે મતગણતરી હાથ ધરાશે.