જામનગર નજીકના હાપામાં ગઈરાત્રે પોલીસે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડતા જાહેરમાં ગંજીપાના કૂટતા નવ શખ્સો ઝડપાઈ ગયા છે. જ્યારે ત્રણ શખ્સો નાસી ગયા છે. પોલીસે સ્થળ પરથી રોકડ, ત્રણ વાહન મળી રૃા.દોઢ લાખનો મુદ્દામાલ ઝબ્બે લોીધો છે.
જામનગર નજીકના હાપા ગામમાં ગઈકાલે રાત્રે જાહેરમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમી મળતા ડિવિઝન પોલીસ સ્ટેશનના પ્રોબે. પીએસઆઈ વી.એ. આહિર તથા સ્ટાફે દરોડો પાડયો હતો.ત્યાં પહોંચેલી પોલીસે ગંજીપાના વડે જુગાર રમી રહેલા રામજી કારાભાઈ જાંટિયા, વિજય હીરાભાઈ આહિર, વિપુલ પૂનાભાઈ મિયાત્રા, દિનેશ ભાણજીભાઈ ડાભી, વિજય ભીમાભાઈ કાનગડ, જયસુખભાઈ રામજીભાઈ જાટિયા, અમુભાઈ રાણાભાઈ મિયાત્રા, કિરીટદાન જીલુદાન ગઢવી તથા નાજા ભવાન જરૃ નામના નવ શખ્સો મળી આવ્યા હતા. જ્યારે પોલીસને જોઈને જયેશ જીવા બરબસિયા, રમેશ કારા જાટિયા તથા અભિજીત રમેશભાઈ ગઢવી નામના ત્રણ શખ્સો નાસી ગયા હતા.
પોલીસે પટમાંથી રૃા.૨૦૭૭૦ રોકડા, બે મોટરસાયકલ, એક રિક્ષા મળી કુલ રૃા.૧૬૦૭૭૦નો મુદ્દામાલ કબજે કર્યો છે અને જુગારધારાની કલમ-૧ર હેઠળ ગુન્હો નોંધ્યો છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com