પૂ.પરમ વિરક્તાજીને આજે ૨૦ મો ઉપવાસ, પૂ.પરમ આમન્યાજીને ૧૯ મો અને પૂ.પરમ વિભૂતિજી મ.સ.ને પણ ૧૯ મો ઉપવાસ

રોયલ પાકે સ્થા.જેન સંઘને આંગણે સમયક્ જ્ઞાન, દશેન,ચારિત્ર અને તપના તોરણો બંધાઈ ગયા છે. ચતુર્વિધ શ્રી સંઘ પૂ.ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ.સા.ના એક – એક અણમોલ વચનોને શિરોધાયે કરી જીવન પાવન બનાવી રહ્યાં છે.

પૂ.ગુરુદેવ નમ્રમુનિ મ.સા. સમીપે દીક્ષા અંગીકાર કરી જિન શાસનમાં ધમેનો ધ્વજ ચોરતફ ફરકાવનાર પ.મહાસતિજીઓ પણ કઠિનતમ એવા તપ માર્ગે આગળ વધી રહ્યાં છે.આજરોજ ૧૪/૮/૨૦૧૮ના પૂ.પરમ વિરક્તાજી મ.સ.ને ૨૦ મો ઉપવાસ છે,પૂ.પરમ આમન્યાજી મ.સ.ને ૧૯ તથા ભાયાણી પરીવારની ત્રીજી પેઢી સંયમ માગેનો સ્વીકાર કરી અને માત્ર છ માસનાં સંયમ પયોયમાં પૂ.પરમ વિભૂતિજી મ.સ.એ સળંગ ૭૫ એકાસણાની આરાધના પરીપૂણે કરેલ અને આજે પૂ.પરમ વિભૂતિજી મ.સ.ને પણ ૧૯ મો ઉપવાસ સુખશાતાપૂવેક ચાલી રહ્યો છે.પૂ.પરમ વિરક્તાજી મ.સ. કે જેઓએ ૬૦ વર્ષે સંયમ અંગીકાર કરેલ ત્યારે તેઓએ કહેલ કે ” પછાવિ તે પયાયા ” આગમ વાક્યને હું સાથેક કરીશ અને સાચા અથેમાં તેઓ આત્મ રમણતા કરી રહ્યાં છે.પૂ.પરમ આમન્યાજી મ.સ.ગૃહસ્થાશ્રમમાં એડવોકેટ હતાં તેઓએ સં.૨૦૧૬ માં સંયમ અંગીકાર કરતી વખતે  કહેલું કે સંયમનો સ્વીકાર કરી મારા આત્માને સુપ્રિમ કોટેથી ઉપર કમેની કોટેમાં લલકારીશ.આજે તેઓ તપ ધમેની આરાધના કરી કર્મોને ખપાવી રહ્યાં છે.માત્ર એક જ ઉપધાન તપ શિબિરમાં જોડાઈને વૈરાગ્યનો મઝેઠિયો રંગ લાગી ગયો અને ભાયાણી પરીવારની આ ત્રીજી પેઢી પૂ.પરમ વિભૂતિજી મ.સ.એ દીક્ષા સમયે કહેલું કે મારે આચાર્ય ભગવંત પૂ.ડુંગર સિંહજી મ.સા.જેવું જીવન જીવવું છે અને તપ સમ્રાટ ,તપોધની પૂ.ગુરુદેવ રતિલાલજી મ.સા.જેવી તપ સાધના કરવી છે.માત્ર છ માસનો સંયમ પયોય ધરાવતા પૂ.પરમ વિભૂતિજી મ.સ. ને પણ આજે ૧૯ મો ઉપવાસ ચાલી રહ્યો છે.

આ ત્રણેય સંયમી – તપસ્વી આત્માઓ માસ ક્ષમણની શુભ ભાવના સાથે તપ માગેમાં આગળ વધી રહ્યાં છે.જૈન સાહિત્યકાર મનોજ ડેલીવાળા જૈનાગમ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રનું આગમ વાક્ય ટાકતા કહે છે કે તપથી જીવાત્માના ક્રોડો ભવોના બાંધેલા કર્મો નિજેરી અને ખરી જાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.