માં જગદંબાના નવલા નોરતાનો દબદબાભેર પ્રારંભ થઇ ગયો છે. માં આદ્યશક્તિના નોરતાના પ્રારંભ સાથે જ વાતાવરણ ભક્તિમય બની ગયું છે. ગુજરાતની શાન ગણાતા રાસ-ગરબા રમવા ખેલૈયાઓમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રના નંબર વન ગણાતા ‘અબતક’ સુરભી રાસોત્સવના બીજા દિવસે જ ખેલૈયાઓનો ઉત્સાહ બમણો જોવા મળ્યો છે.
નવરાત્રીના પ્રારંભથી જ ખેલૈયાઓમાં એક અનેરો માહોલ જામ્યો છે. સૌ કોઇ ટ્રેડીશનલ ચણીયા-ચોલી, કેળીયુ, કુર્તા-ઝભ્ભા પહેરીને ગ્રાઉન્ડ પર કલાકારોના સથવારે ઝુમી ઉઠ્યાં હતા. રાજકોટમાં રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે સૌરાષ્ટ્રના નંબર વન ‘અબતક’ સુરભી રાસોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. ખેલૈયાઓના મન મોહી લે તેવા ‘અબતક’ સુરભી રાસોત્સવના બીજા દિવસે ભારે રંગત જામી હતી. માં જગદંબાની આરતીથી બીજા દિવસના રાસ-ગરબાનો પ્રારંભ થયો હતો. આરતી બાદ રાસોત્સવ શરૂ થતાની સાથે જ રાસ રસિકો મન મૂકીને ઝુમી ઉઠ્યા હતા.
જગદંબાના નવલા નોરતાના બીજા જ દિવસે ખેલૈયાઓનો ઉત્સાહ આસમાને: મહાનુભાવોએ રાસ-ગરબાની રંગત માણી
ખેલૈયાઓ જાણે સાંજ પડવાની રાહ જોતા હોય તેમ સમયસર તૈયાર થઇને ગ્રાઉન્ડ પર પહોંચી જાય છે. એવું કહી શકાય કે રાસોત્સવ માટે સાંજ પડવાની સાથે જ નવો જ સૂર્યોદય થયો હોય તેવી અનુભુતી ખેલૈયાઓમાં જોવા મળે છે. રાસ-ગરબા શરૂ થાય તેની ગણતરીની જ મિનિટોમાં ‘અબતક’ સુરભી રાસોત્સવનું ગ્રાઉન્ડ ખેલૈયાઓથી છલોછલ થઇ જાય છે. ખેલૈયાઓ માટે ‘અબતક’ સુરભી રાસોત્સવ જ શ્રેષ્ઠ આયોજન છે. તેવું સાંભળવા મળી રહ્યું છે. ગુજરાતી માટે ગરબા એટલે બધુ….એવું કહી શકાય. નવરાત્રીના પ્રથમ દિવસથી જ અસલી કાઠીયાવાડી રંગત જામી ગઇ છે. હજુ માં ના નવલા નોરતા સુધીમાં તો ખેલૈયાઓનો ઉત્સાહ, થનગનાટ સાતમા આસમાને પહોંચી જશે.
નવરાત્રિના આ નવ દિવસોમાં ‘અબતક’ સુરભી રાસોત્સવના ખ્યાતનામ કલાકારો જયેશ દવે, જયમંત દવે, મૃદુલ ઘોષ અને અનિતા શર્મા પોતાના સુરીલા કંઠે કામણ પાથરી ખેલૈયાઓમાં જોમ પુરૂં પાડ્યું હતું. ચારેય કલાકારો પોતાના આગવી શૈલીમાં પ્રસ્તુતી કરી ખેલૈયાઓને થીરકવા પર મજબૂર કરી દે છે. જ્યારે એન્કરીંગમાં ઋષિ દવે અને આકાંક્ષા ગોંડલિયા ધૂમ મચાવી રહ્યાં છે.
સૌરાષ્ટ્ર સાઉન્ડના સાથે ઓરકેસ્ટ્રા જીલ એન્ટરટેઇનમેન્ટ ગ્રુપના સથવારે ખેલૈયાઓ જોમ-જુસ્સા-ઉમંગ સાથે રાસ-ગરબાનો આનંદ માણે છે. દર વર્ષે ‘અબતક’ સુરભી રાસોત્સવ દ્વારા અલગ-અલગ પ્રકારના આકર્ષણો જમાવતું હોય છે. આ વખતે એમ.આઇ.બાર. એન્ટ્રી ગેઇટે આકર્ષણ જમાવ્યું છે. ‘અબતક’ સુરભી રાસોત્સવમાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ-મહાનુભાવો ઉપસ્થિત રહી રાસ-ગરબાને માણે છે.
ખેલૈયાઓને રમવામાં કોઇ મુશ્કેલી ન પડે તે માટે આખા ગ્રાઉન્ડ પર નેટફ્લોરિંગ કરવામાં આવ્યું છે. જેથી ખેલૈયાઓ આરામથી રમી શકે. ‘અબતક’ સુરભી રાસોત્સવમાં બાઉન્સરો દ્વારા ચુસ્ત સિક્યોરિટી વ્યવસ્થા જાળવી રાખવામાં આવે છે. ‘અબતક’ સુરભી રાસોત્સવએ માત્ર રાજકોટ કે સૌરાષ્ટ્ર પુરતી જ નહીં પરંતુ ગુજરાતભરમાં એક પોતાની અનોખી ઓળખ ઉભી કરી છે.
રાજકોટના ગરબાપ્રેમી ખેલૈયાઓની દર વર્ષે પહેલી પસંદ માત્રને માત્ર ‘અબતક’ સુરભી રાસોત્સવ જ રહી છે. જ્યાં તેઓને ગરબા રમવાના આનંદ સાથે સિક્યુરિટી સહિતની વ્યવસ્થા આપવામાં આવે છે. જ્યાં તેઓ કોઇપણ પ્રકારના ચિંતા વગર મુક્ત મને ગરબા રમી શકે છે. માં ના નવલા નોરતાના બીજા જ દિવસે ‘અબતક’ સુરભી રાસોત્સવનું ગ્રાઉન્ડ ખેલૈયાથી ભરાઇ ગયું હતું અને સૌ કોઇ કલાકારોના સથવારે થીરકતા જોવા મળ્યા હતાં.
‘અબતક’ સુરભી રાસોત્સવમાં પોસ્ટ માસ્ટર જનરલ સૌરાષ્ટ્ર-કચ્છ રીજન બી.એલ.સોનલ, સીનીયર સુપ્રીડેન્ટ ઓફ રાજકોટ ડીવીઝન એમએચ હરણ, પોસ્ટ ઓફિસના કર્મચારી સુનીલ લોલાડીયા, બીસ્ટરના જગતભાઇ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી ગરબાની રંગત માણી હતી.