સારવાર હેઠળ હોસ્પિટલ લઇ જવાયા બાદ પોલીસને ચકમો દઇ ભાગી હરીદ્વાર પહોચી ગયો’તો હત્યા, હત્યાની કોશિષ અને ધાક-ધમકી સહિત અનેક ગુનામાં સંડોવાયેલા ગોંડલના નામચીન નિખિલ દોંગા સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી ભૂજ જેલ હવાલે કરાયા હતો જયાં તેની તબીયત લથડતા સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યો ત્યારે તે પોલીસને ચકમો દઇ ભાગી જવાના ગુનામાં જામીન પર છુટવા કરેલી અરજી હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે.
ગોંડલ જેલમાં વૈભવી મહેલ જેવી સગવડ અને સુવિધા ભોગવતા તેમજ જેલમાં રહીને જ ધાક ધમકી દઇ મિલકત હડપ કરવા સહિતના ગુના આચતા નિખિલ દોંગાની ગેંગ સામે 117 જેટલા ગુના નોંધાયા હોવાથી તેની ગેંગના 13 શખ્સો સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી ભૂજ જેલ હવાલે કરવામાં આવ્યો હતો. નિખિલ દોંગાની તબીયત લથડતા સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો ત્યારે તે પોલીસને ચકમો દઇ સાગરીત સાથે ભાગી છુટયો હતો. પોલીસે ટેકનોલોજીની મદદથી પોલીસે પગેરૂ દબાવી હરીદ્વારથી ઝડપી ફરી જેલ હવાલે કરવામાં આવ્યો હતો.
પોલીસને ચકમો દઇ ભાગી જવાના ગુનામાં નિખિલ દોંગાએ જામીન પર છુટવા હાઇકોર્ટમાં કરેલી અરજી અદાલતે મંજુર કરી છે.