સૌરાષ્ટ્ર ભરમાં ચકચાર મચાવનાર ગુજશીટોકના ગુનામાં
ગોંડલની જેલને મહેલ બનાવી કારોબાર ચલાવવામાં 13 શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી ‘તી
ગોંડલની સબજેલમાં રહી સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ગેરકાનૂની પ્રવૃત્તિઓનું નેટવર્ક ચલાવતા નિખિલ દોંગા અને તેના 13 જેટલા સાગરિતો વિરુદ્ધ પોલીસ તંત્રે ગુજસીટોક સહિત 135 થી વધુ ગુના નોંધાયા હતા. રાજકોટ સ્પેશ્યલ કોર્ટમાં આશરે 48500 પાનાનું ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યયાના એક વર્ષ બાદ 8 શખ્સોની જામીન અરજી રાજકોટની સેશન્સ કોર્ટે રદ કરતો હુકમ કર્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ શહેરના વોરાકોટડા રોડ ઉપર આવેલા સબજેલ ને જલસા જેલ બનાવી જેલની અંદર જ રહીને નિખિલ દોંગા ગેંગ દ્વારા સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ગેરકાનૂની પ્રવૃત્તિઓનું નેટવર્ક ચલાવવામાં આવતું હોય ભાંડો ફૂટ્યા બાદ ગુજસીટોક હેઠળ. કાર્યવાહી કરી નિખિલ દોંગા સાથે વિજય જાદવ, પૃથ્વી જોશી, નવઘણ શિયાળ, દર્શન સાકરવાડીયા, વિશાલ પાટકર, અક્ષય ઉર્ફે ગીરી દુધરેજીયા, શક્તિસિંહ ચુડાસમા, અજય કુભારવાડીયા, દેવાંગ જોષી, નરેશ સિંધવ, કમલેશ સિંધવ, જેલર ધીરુ કરસન પરમાર અને પિયુષ કોટડીયા સહિતનાઓ ને ઝડપી લઇ રાજ્યની જુદીજુદી જેલ હવાલે કર્યા હતા બાદ રાજકોટ ખાતે સ્પેશિયલ કોર્ટમાં ઉપરોક્ત તમામ આરોપીઓ વિરુદ્ધ 48500 પાનાનું ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યું હતી.
રાજ્યની અલગ અલગ જેલમાં રહેલા નીચલું ગાના આઠ સાગરી તો એ જામીન પર છૂટવા રાજકોટની સ્પેશિયલ ગુજસીટોક અદાલતમાં અરજી કરી હતી. જે જામીન અરજી ની સુનાવણી ચાલવા પર આવતા જેમાં આરોપીઓ તરફે મહદઅંશે એક જ પ્રકારની રજુઆત કરવામાં આવી હતી કે અમુક આરોપીઓ વિરુધ્ધ એક પણ ચાર્જશીટ રજુ થયેલ નથી તેથી તેઓ સામે ગુજસીટોકના કાયદા હેઠળનો ગુન્હો બનતો નથી. જે કારણે તેઓને જામીન મુકત કરવા જોઈએ.
સરકાર તરફે સ્પે.પી.પી. તરીકે નિમાયેલ જિલ્લા સરકારી વકીલ એસ. કે. વોરાએ રજુઆત કરતા જણાવ્યુ હતુ કે ગુજસીટોકના કાયદા હેઠળ ત્રણ પ્રકારના આરોપીઓને ગુન્હેગાર ગણવામાં આવેલા છે. ઓરગેનાઈઝ ક્રાઈમનું કાવતરુ ઘડે છે. ગુજસીટોકના કાયદા હેઠળ ઓછામાં ઓછી એક ચાર્જશીટની જે જરૂરીયાત મુકવામાં આવેલ છે નિખીલ દોંગા ગેંગના મોટા ભાગના સભ્યોએ શારીરિક રીતે ઓરગેનાઈઝ ક્રાઈમ આચરેલી છે.જે આરોપીઓ સામે એકપણ ચાર્જશીટ નથી તેઓ સામે મદદગારી અને કાવતરાની કલમો લગાડવામાં આવેલ છે તેથી તેઓ સામે એક પણ ચાર્જશીટ રજુ થયેલી હોવી જરૂરી નથી. સુપ્રિમ કોર્ટના સ્પષ્ટ ચુકાદાનું ખોટુ અર્થઘટન કરી આરોપીઓ જામીન મેળવવાનો પ્રયાસ કરે છે.
સરકાર તરફેની આ રજુઆતોના અંતે ગુજસીટોક કાયદાની ખાસ અદાલતે નિખીલ દોંગા ગેંગના મુખ્ય આરોપીઓ કમલેશ રાજુભાઈ સિંધવ, નરેશ રાજુભાઈ સિંધવ, પૃથ્વી યોગેશભાઈ જોષી, વિશાલ આત્મારામ પાટકર, દેવાંગ જયંતિભાઈ જોષી, સુનીલ ભીખાભાઈ પરમાર, વિજય ભીખાભાઈ યાદવ અને અક્ષય સૂર્યકાંતભાઈ દુધરેજીયાની ચાર્જશીટ બાદની રેગ્યુલર જામીન અરજીઓ રદ કરી છે. આ કેસમાં સરકાર તરફે સ્પે. પબ્લીક પ્રોસીકયુટર સંજયભાઈ કે.વોરા રોકાયેલ છે.