- ડો. હિરેન મશરૂની હોસ્પિટલને આરોગ્ય વિભાગ દ્વારા આકરી કાર્યવાહી કરાઇ: હોસ્પિટલને પીએમજેએવાય યોજનામાંથી પણ કરાય સસ્પેન્ડ
શહેરના લક્ષ્મીનગર મેઇન રોડ ત્રિશુળ ચોકમાં આવેલી ડો. હિરેન મશરૂની નિહિત બેબીકેર હોસ્પિટલને રાજય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા પીએમજેએવાય યોજનામાં રિપોર્ટસમાં ખોટા મોડિફિકેશન માટે રૂ. 6.54 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. જો દંડની રકમ નિયત સમય મર્યાદામાં ભરપાય નહી કરે તો આકરી કાર્યવાહી પણ કરવામાં આવશે. હોસ્પિટલને પીએમજેએવાય યોજનામાંથી પણ સસ્પેન્ડ કરવામાં આવી છે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ ડો. હિરેન મશરૂની નિહિત બેબીકેર હોસ્પિટલ દ્વારા પીએમજેએવાય યોજના અંતર્ગત બાળ દર્દીઓના ખોટા રિપોર્ટ કરવામાં આવતા હોવાની ફરીયાદ ઉઠી હતી.
પીએમજેએવાય માં યોજના અંતર્ગત નિત માપદંડો ધરાવતા પરિવારોને રૂ. 10 લાખ સુધીનું મફત આરોગ્ય કવચ આપવામાં આવે છે જે અંતર્ગત નિહિત બેબીકેર હોસ્પિટલ દ્વારા યોજના અંતર્ગત નોંધાયેલ દાવાઓ માટે જરુરી રિપોટર્સમાં ખોટી રીતે મોડિફીકેશન કરી કુલ 116 કેસોની પ્રી-ઓથ એપ્રુવલ માટે મુકેલ છે. જેની કુલ રકમ રૂ. 65,47,950 થાય છે. અગાઉ પણ હોસ્પિટલને રૂ. 7,56,600 ની પેનલ્ટી કરવામાં આવી હતી.
નિહિત હોસ્પિટલને સુચના આપવા છતાં પણ પુન: યોજનાની માર્ગદર્શિકાનું ઉલ્લંધન કરવામાં આવ્યું છે. જેથી યોજનાની માર્ગદર્શિકા મુજબ 116 કેસો રીજેકટ કરવા અને તેની પ્રી- ઓથ એપ્રવડપ્રુ રકમ રૂ. 65,47,950 પર 10 ગણી પેનલ્ટી રકમ રૂ. 6,54,79,500 રીકવરી મોડયુલમાંથી રિકવર કરવામાં આવશે તથા જો આ પૈકી જો કલેઇમનું પેમેન્ટ થઇ ગયું હશે. કક્ષાએથી અત્રેની કચેરી ને પરત કરવાની રહેશે તથા નિહિત હોસ્પિટલને પીએમજેએવામાં યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે.