ઘણા લોકોને રાતે મોડી રાતે ઊંઘ ઊડી જવાની આદત બની ગઈ હોય છે પરંતુ શું તમને ખબર છે તે તમારી માટે ખૂબ જ નુકશાનકારક છે તો ચાલો આજે આપણે વાત કરીએ કે શા માટે આવું થાય છે અને તેનાથી શું નુકશાન થાય છે.
રાતે ૯ થી ૧૧ વચ્ચે ઊંઘ ના આવવી :
તમારો સુવાનો સમય તમારી માનસિક પરેશાનીઓને દર્શાવે છે. રાતમાં ૯ થી ૧૧ વચ્ચે સુવાનો સૌથી શ્રેષ્ઠ સમય હોય છે. જો તમને રાતના ૯ થી લઈને ૧૧ સુધીમાં ઊંઘ નથી આવતી તો તમે માનસિક તણાવમાં છો. તમે પોતાની ચિંતાને શરીર પર હાવી થવા દઈ રહ્યા છો. આ પરેશાની માંથી મુક્ત થવા માટે તમારે મેડિટેશન કરવું જરૂર છે. તમારે ખુશીને તમારી ચારો તરફ રાખવી પડશે અને તે જ તમારી પરેશાનીઓનું સમાધાન છે.
રાતે ૧૧ થી ૧ વચ્ચે ઊંઘ ઊડી જવી :
જો તમારી ઊંઘ રાતના ૧૧ થી ૧ વચ્ચે ઊડી જાય છે તો એ સીધો ઈશારો કરે છે કે તમે ઈમોશનલ સ્થિતિમાં છો આ સ્થિતિ માંથી બચવા માટે તમારે પવિત્ર મંત્રોના જાપ શરૂ કરવા પડશે અથવા બીજાને માફ કરવાની આદત પાડવી પડશે અને પોતાનો સ્વીકાર કરવો પડશે.
રાતે ૧ થી ૩ વચ્ચે ઊંઘ ઊડી જવી :
જો તમારી ઊંઘ રાતના ૧ થી ૩ વાગ્યાની વચ્ચે ઊડી જાય છે તો આ સમયે ઊંઘ ના આવવી એ તમારા લીવર ની કમજોરીનો સંકેત છે. આ સમયે તમારું જાગવું એ ગુસ્સાવાળા સ્વભાવ તરફ ઈશારો કરે છે. આનાથી બચવા માટે તમારે ઠંડુ પાણી પીવાની અને ધ્યાનમાં બેસવાની જરૂર છે.