પશુ-પક્ષીઓમાં પણ જીવ છે અને તેમને પણ જીવવાનો અધિકાર છે આ હકીકત યુરોપમાં દેશોએ હમણાં જ સ્વીકારી છે:નીતિનભાઇ મહેતા
યંગ ઇન્ડિયન વેજીટેરીયન સોસાયટીના સ્થાપક યુ.કે.માં ૪૦ વર્ષથી ભારતીય સંસ્કૃતિ તેમજ શાકાહાર, જીવદયા પ્રચાર-પ્રસાર કરવા માટે સતત કાર્યરત, જીવદયા ક્ષેત્રે અનેકો ઇન્ટરનેશનલ એવોર્ટ વિજેતા જાણીતા લેખક નીતીનભાઇ મહેતા રાજકોટની ટુંકી મુલાકાતે આવી રહ્યાં છે.
બ્રિટનનો અતિ પ્રતિષ્ઠિત કવીન્સ એવોર્ડ વિજેતા અને ફયુચર ઇન અવર હેન્ડસ તેમજ ઇન્ડિયા એ સીવીલાઇઝેશન ધી વર્લ્ડ ફેઇલ્સ ટુ રેકગનાઇઝ જેવા પુસ્તકોના લેખક વેજીટેરીયનીઝમ, એનીમલ રાઇટસ જેવા વિષયોના નિષ્ણાંત છે કે વૈશ્ર્વીક સ્તરે જીવદયાક્ષેત્રે કાર્યરત નીતીનભાઇ અત્યારસુધીમાં લાખો લોકોને શાકાહાર તરફ વાળવામાં નીમીત બન્યા છે. બ્રિટન ઉપરાંત કેન્યા, આફ્રિકા, મોરીશ્યસ વિગેરે દેશોમાં પણ વેજીટેરીયન સોસાયટી ચાલુ કરવામાં નીમીત બનેલા નીતીનભાઇ મહેતાને સાંભળવા એક લ્હાવો છે.
નીતીનભાઇ મહેતાના કહેવા મુજબ હાથી, ઘોડો, હિપોપોટેમસ, ગાય, હરણ સહિતના અનેકો શકિતશાળી અને બુઘ્ધિશાળી પ્રાણીઓ વેજીટેરીયન છે. માંસાહારથી શકિત મળે તે વાત સાવ ખોટી છે. હવે તો સમગ્ર વિશ્ર્વમાં અંગ્રેજી પ્રજા, મીડલ ઇસ્ટના દેશો પણ શાકાહાર તરફ વળવા લાગ્યા છે. શાકાહાર યોગ અને ગુરુ પરંપરા આ ત્રણેયએ સમગ્ર વિશ્ર્વને ભારતીય સંસ્કૃતિએ આપેલી ભેટ છે.
લગભગ ૪૦ વર્ષ પહેલા ઇગ્લેન્ડની ધરતી ઉપર નીતીનભાઇ એ ઇન્ડિયન વેજીટેરીયન સંસ્થા સ્થાપી. ધીરે ધીરે એમને ખ્યાલ આવ્યો કે હજારો અંગ્રેજો પણ શાકાહારી છે. ઘણાં તો વારસાગત શાકાહાર પ્રચાર સાથે અમે બીજી અનેક સંસ્થાઓ સાથે પ્રાણીઓના હકક વાસ્તે ઝુંબેશમાં સામીલ થયા.રાજકોટમાં નીતીનભાઇ મહેતાના આગમનના મંગલ પ્રસંગે કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનીમલ હેલ્પલાઇન દ્વારા આ શુભ પ્રસંગને નીમીત બનાવીને જીવદયા સંમેલન નું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનમાં જીવદયાપ્રેમીઓના સંગઠન પ્રવૃતિના સંકલન સંવર્ધન શાકાહારના પ્રચાર-પ્રસારની વિસ્તૃત ચર્ચા થશે.
હોટલ ભાભા આલ્ફેડ હાઇસ્કુલ પાસે રાજકોટ ખાતે તા. ૧૬-૧૧ ગુરુવારના રોજ રાત્રે ૮ કલાકેથી યોજાયેલા આ સંમેલનમાં પધારવા સૌ જીવદયાપ્રેમીઓને જાહેર આમંત્રણ ક‚ણા ફાઉન્ડેશન ટ્રસ્ટ- એનીમલ હેલ્પલાઇનના મિતલ ખેતાણી, ઘનશ્યામભાઇ ઠકકર, પ્રતિક સંઘાણી, ધીરેન્દ્રભાઇ કાનાબાર, રમેશભાઇ ઠકકર, વિષ્ણુભાઇ ભરાડ, એડવોકેટ કમલેશભાઇ શાહ, રજનીભાઇ પટેલે આપ્યું છે.