મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યાં

લખતર તાલુકાના માલિકા ગામે સરકાર તમારા દ્વારે અંતર્ગત રાત્રી સભા કાર્યક્રમ યોજાયો હાલમાં રવિપાક વાવવાની સીઝન ચાલતી હોય લોકો  દિવસે ખેતરે હોય ત્યારે સરકાર તમારા દ્વારે કાર્યક્રમ અંતર્ગત લખતરના માલીકા ગામે આ કાર્યક્રમ યોજાયો હતો તેમાં સરકારી અધિકારી દ્વારા  સરકારની વૃઘ્ધ સહાય નિરાધાર વૃઘ્ધ સહાય વિધવા સહાય તથા મામલતદાર કચેરી તાલુકા પંચાયતમાં ચાલતી તમામ પ્રકારની સહાય વિશે

લોકોને સમજ આપી લોકો વધારેમાં વધારે લાભ લે લોકો ગામ પ્રત્યે સ્વચ્છતા જળવાય તેવા પ્રયત્ન કરે કુરીવાજોથી દુર રહે અને નાના ગામના ભાઇચારો જળવાઇ રહે તેવા પ્રયત્ન થાય લોકોની સુખાકારી વધે તે માટે લોકોને સમજાવ્યા હતા અને પ્રસંગને અનુરુપ પ્રવચન કર્યા હતા ત્યારે પ્રાંત સાહેબએ એક બાળકને પુછયું હતું તું મોટો થઇ શું બનવા માગેશ ત્યારે તેને પોલીસ બનવાનું કહેતા તેને પ્રાંત સાહેબ અને પીએસઆઇ સાહેબ દ્વારા પોલીસની કેપ માથે ઓઢાડી ત્યારે બાળક ખુશ થઇ ગયો હતો.

આ રાત્રી સભામાં પ્રાંત વિજય પટ્ટણી લખતર મામલતદાર ગોપાલદાસ હરદાસાણી, લખતર તાલુકા વિકાસ અધિકારી યોગેશ રાવલ, લખતર પી.એસ.આઇ. વાય.એસ. ચુડાસમા સાથે લખતર મામલતદાર કચેરી સ્ટાફ અને લખતર તાલુકા પંચાયતનો સ્ટાફ તથા ગ્રામજનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.