દેશનાં પાટનગરમાં નાઇટ લાઇફ સંસ્કૃતિને મોટો વેગ પુરો પાડવામાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણસીએ આખી રાત ખુલા રહી શકે તેવાં ખાણીપીણીના સ્થળો, પબ્સ, બાર્સ અને મનોરંજનના સ્થળો માટે ઝોન્સ સ્થાપવાની શહેરના સત્તાવાળાઓને સુચના આપી છે. શરુઆતમાં પ્લાન દક્ષિણ મુંબઇના વીર નરિમાણી રોડ, બેલાર્ડ પિયર અને હોર્નિમન સર્કલ જેવા બિન-રહેણાંક વિસ્તારોને ‘નાઇટ લાઇફ ઝોન્સ ’ તરીકે નામ આપવામાં આવશે.
આ દરખાસ્તને આગળ ધપાવી રહેલા નેશનલ રેસ્ટોરન્ટ એસોશિયન ઓફ ઇન્ડિયાની હોદ્ેદારોની સાથે બેઠક દરમ્યાન ફડણવીસે આવી સુચના આપી હતી. અગાઉ રાજ્ય વિધાનસભા મંડળના ચોમાસુ સત્રમાં સરકારે દુકાનો, મોલ્સ, તથા વાણિજ્યિક સંસ્થાઓને ૨૪ કલાક ખુલ્લા રાખવાની છૂટ આવતો ખરડો પસાર કર્યો હતો. જો કે તેના અમલ માટેના નિયમો સરકારે હજી ઘડવાના બાકી છે.