- પોલીસ કમિશનર બ્રિજેશ ઝાની અઘ્યક્ષતામાં
- મેરેથોનના પ્રિ-ઇવેન્ટ સેરેમનીના ભાગરૂપે બુટ કેમ્પ તાલીમ શિબિર તેમજ ફલેરામોબ થકી સ્પર્ધકોને કર્યા પ્રોત્સાહિત
રાજકોટ રનર્સ એશોસીએશન અને રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટરના સંયુકત ઉપક્રમે રાજકોટમાં યુવાધનને સ્વાસ્થ્ય અને હેલ્ધી લાઈફ સ્ટાઈલ પ્રત્યે જાગૃત કરવા, તેમજ સમાજીક અને પર્યાવરણ સંરક્ષણની બાબતો અંગે પ્રોત્સાહીત કરવાના ઉમદા ઉદ્દેશ સાથે તા. 28 ડિસેમ્બર 24 શનિવારના રોજ રાજકોટમાં નાઇટ હાફ મેરેથોન 2.0 નું ભવ્ય આયોજન રાજકોટ મહાનગરપાલીકા અને રાજકોટ પોલીસના દોડવીરોને પહેરવાના ટી-શર્ટ અને વિજેતાઓને એનાયત કરવામાં આવનાર મેડલ્સનો અનાવરણ સમારોહ રાજકોટ પોલીસ કમિશ્નર બ્રિજેશ ઝા ની ઉપસ્થિતીમાં તાજેતરમાં રોટરી ગ્રેટર ભવન ખાતે આયોજીત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત યુવાઓને આ મેરેથોન સાથે જોડવા મારવાડી યુનિર્વીટીના વિદ્યાથીઓ દ્વારા ફ્લેશ મોબ અટલ સરોવર અને બાલભવન ખાતે પફોર્મ કરી લોકોમાં કુતુહલ સાથે મેરેથોન પ્રત્યે આકર્ષણ ઉત્પન્ન કરવામાં સફળ રહ્યા હતા.
આ ટી-શર્ટ અને મેડલ અનાવરણ સમારોહમાં રનર્સ એસોર્સીએશન અને રોટરી કલબના આયોજકો દ્વારા રાજકોટ મહાનગરપાલીકા અને રાજકોટ પોલીસર્નો નાઈટ મેરેથોનના આયોજનમાં જરુરી તમામ સહકાર બદલ આભાર વ્યકત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ટાઇટલ સ્પોન્સર ઓમનિટેક એન્જીનિયરીંગ પ્રા. લી. અને પ્લેટીનમ સ્પોન્સર જી. એમ. એન્જીનિયરીંગ પ્રા. લી. સાઇરન્સ ફીટનેર ફોર ઓલ કંપની, હેલ્થ પાર્ટનર ર્સીનજી હોસ્પિટલ, આઇ.એમ.એ. રાજકોટ, ખોડલધામ ટ્રસ્ટ, યુથ પાર્ટનર મારવાડી યુનિવર્સિટી, હાઇડ્રેશન પાર્ટનર દાવત બેવરેજીસ, ટેક પાર્ટનર સ્પિયર રેઇસ, રિકવરી પાર્ટનર રીફીટ, એર્સોર્સીએટ પાર્ટનર સનરાઇઝ કસ્ટમ એન્ડ ફ્રાઇટ, મોબીલીટી પાર્ટનર જય ગણેશ ટોયોટા, આઉટ ડોર પાર્ટનર મહાવીર આઉટડોર મિડિયા અને રેડિયો પાર્ટનર રેડિયો એફ.એમ. ના સર્ભ્યોનો રાજકોટ રનર્સ એસાર્ર્સેીએશન અને રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટરના હોદ્દેદારોએ મોમેન્ટો આપીને સન્માનીત કર્યા હતા.
તાજેતરમાં, નાઈટ મેરેથોનની પ્રિ-ઈવેન્ટ ર્સેરેમનીના ભાગરુપે યોજાયેલ બુટ કેમ્પમાં રાજકોટની ઓમનીટેક નાઇટ હાફ મેરેથોનના રેસ ડિરેકટર અને અસંખ્ય ઇન્ટરનેશનલ મેરેથોનમાં ભાગ લેવાનો અને આયોજનનો બહોળો અનુભવ ધરાવતા એકસપર્ટ રાહુલ શર્મા એ મેરેથોનમાં ધ્યાનમાં રાખવાની બાબતો, ટીપ્સ અને ટેકનીકસનું પ્રશિક્ષણ આપ્યું હતું. આ ર્સેશન બાદ ઝેન મેઢી દ્વારા ઝુમ્બા ર્સેશન લેવામાં આવ્યું હતું. આ કેમ્પમાં વોમસ અપ એકસરસાઇઝ સાથે કોર સ્ટરેન્થેડનંગ એક્રર્રાઇઝ અને કૂલ િાઉન કેવી રીતે કરવું તે શીખવ્યું હતું. આ ર્ેશનમાં 225 થી વધુ સ્પર્ધકો ખુબ ઉત્સાહ અને જોશ સાથે જોડાયા હતા.
તાજેતરમાં મારવાડી કોલેજના મેનેજમેન્ટ અને આઈ.ટીના વિદ્યાથીઓ દ્વારા ર્’ે નો ટુ ડ્રગ્સ અને ફિટનેસર્ને પ્રોત્સાહત કરવા જાગૃકતા પ્રેરક સર્ંદેશ આપતા ગીતો સાથે ફલેશ મોબના આયોજન અટલ સરોવર અને રેસર્કોર્સ સ્થિત બાલભવન ખાતે કરવામાં આવ્યા હતા. તણાવ અને ચિંતાને દૂર રાખવા માટે શકિતશાળી માધ્યમ એવા ગીત અને નૃત્ય દ્વારા બોલીવુડના જોમ અને જોશથી ભરપુર લગાન, ભાગ મિલખા ભાગ જેવા ફિલ્મોના ગીતો પ્રેરક સર્ંદેશાઓ સાથે ફ્લેશ મોબના માધ્યમથી ગ્રુપ ડાન્સ થકી રજુ કયાસ હતા.
વધુમાં વધુ લોકો આ નાઈટ હાફ મેરેથોનમાં જોડાય તેવી આયોજકોની અપીલ છે. આ ઇવેન્ટ બાબતે વધુ ડવગતો ૂૂૂ ફિષસજ્ઞિિીંક્ષક્ષયતિ.ભજ્ઞળ વેર્બાઈટ તથા સંપર્ક નંબર 87687 69797 ઉપર સવારે 10 થી સાંજે 06 ર્મય દરમિયાન સંપર્ક કરી શકાશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે રાજકોટા મેરેથોનમાં ભાગ લેવા 20 રાજ્યો અને 183 શહેરોમાંથી સ્પર્ધકોએ રજીસ્ટરેશન કરાવ્યું છે, જે આ મેરેથોનની લોકપ્રિયતા અને તેનું સ્તર સુચવે છે. તમામ હોદેદારોના માર્ગદર્શનમાં રાજકોટ રનર્સ એસો. અને રોટરલ કલબ ઓફ રાજકોટ ગ્રેટર ના સભ્યો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.