ગાંધીનગર મહાપાલિકાની ચૂંટણી હોય અને રાજકોટમાં કોરોનાના કેસ વધી રહ્યાં હોય રાત્રી કરફયુની મુદતમાં વધારો કરવામાં આવે તેવી સંભાવના

કોરોનાના સંક્રમણને અટકાવવા માટે છેલ્લા એક વર્ષથી પણ વધુ સમયગાળાથી રાજ્યની આઠ મહાનગરપાલિકા વિસ્તારમાં રાત્રી કરફયુ લાદવામાં આવ્યો છે. જેમાં સ્થિતિ પ્રમાણે સમયાંતરે છુટકારો આપવામાં આવે છે. રાજકોટ સહિત રાજ્યની આઠ મહાપાલિકા વિસ્તારમાં રાત્રી કરફયુની અવધી હાલ રાત્રીના 11 કલાકથી સવારના 6 કલાક સુધીની છે જે આવતીકાલે પૂર્ણ થઈ રહી હોય. વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખતા રાજ્ય સરકાર રાત્રી કરફયુ એક સપ્તાહ અથવા પખવાડીયુ લંબાઈ શકે તેવી પ્રબળ સંભાવના હાલ જણાય રહી છે.

છેલ્લા દોઢ વર્ષથી વધુ સમયગાળાથી દેશભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. રાષ્ટ્રવ્યાપી લોકડાઉન બાદ ગુજરાત સરકાર દ્વારા છેલ્લા દોઢ વર્ષથી રાજ્યની આઠ મહાપાલિકા વિસ્તારને રાત્રી કરફયુમાંથી મુક્તિ આપી નથી. હાલ રાજકોટ, સુરત, વડોદરા, અમદાવાદ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં રાત્રીના 11 વાગ્યાથી લઈ સવારના 6 વાગ્યા સુધી રાત્રી કરફયુ અમલમાં છે.

ગણેશ મહોત્સવના 10 દિવસ દરમિયાન રાત્રી કરફયુની સમય મર્યાદામાં એક કલાકનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આઠ મહાપાલિકા વિસ્તારમાં અમલમાં રહેલી રાત્રી કરફયુની મુદત આવતીકાલે પૂર્ણ થઈ રહી છે. આવતા મહિને ગાંધીનગર મહાપાલિકાની સામાન્ય ચૂંટણી યોજવાની છે. આ ઉપરાંત રાજકોટ શહેરમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો હોય આવી સ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા રાત્રી કરફયુ ઉઠાવી લેવામાં આવે તેવી શકયતા ખૂબજ નહીંવત છે. હજી એકાદ સપ્તાહ કે એક પખવાડીયુ રાત્રી કરફયુ

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.