એટીએસએ એક પખવાડીયા પૂર્વ ખંઢેરી ક્રિકેટ ગ્રાઉન્ડ પાછળથી છૂપાવેલો રેઢો જથ્થો કબ્જે કર્યો’તો
રાજકોટ જામનગર રોડ પર આવેલા ખંઢેરી ક્રિકેટ ગ્રાઉન્ડની પાછળ મળેલો કરોડોના ડ્રગ્સના કાળો કારોબારમાં ઝડપાયેલા નાઈઝિરિયન શખ્સની આજે રિમાન્ડ પૂર્ણ થતા આજે બપોર બાદ વધુ રિમાન્ડ મંગાસે કે જેલ હવાલે કરવાનો હુકમ થશે તે કોર્ટમા રજૂ થયા બાદ નક્કી થશે.પાકિસ્તાનથી આવેલા ડ્રગ્સના જથ્થાને ઝડપી લેવામાં ગુજરાત એટીએસને સફળતા હાથ લાગી છે. આંતરરાષ્ટ્રિય માર્કેટમાં ડ્રગ્સની કિંમત 214 કરોડ આંકવામાં આવી છે. આ ડ્રગ્સ પાકિસ્તાનના કરાંચીથી આવેલું હોવાનું અને તે દિલ્હી પહોંચે તે પહેલા રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યું છે.
ડ્રગ્સના આ રેકેટમાં સંકળાયેલા એક નાઈજીરીયન શખ્સની ધરપકડ કરવામાં આવી છે. કેવી રીતે આ સફળ ઓપરેશન ગુજરાત એટીએસએ પાર પાડ્યું તે જોઈએ. એટીએસએ નાઈજીરીયન શખ્સને દિલ્હીથી ઝડપી લેવામાં એટીએસને સફળતા મળી છે. ગુજરાત એટીએસ અને એનસીબીના ઓપરેશનમાં રાજકોટમાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સના નશીલા પદાર્શનો જથ્થો ઝડપાયો છે. જાફર નામના ઈસમે રાજકોટથી જામનગર તરફ જવાના રોડ ઉપર આવેલા ન્યારા ગામ તરફ જવાના કાચા રસ્તા પાસે ઝાડી ઝાંખરામાં સંતાડેલો હતો. 214 કરોડની કિંમતનો 30.66 કિલો ગ્રામ ડ્રગ્સનો જથ્થો પકડવામાં આવ્યો છે.
નાઈજીરિયન શખ્સના 12 દિવસના રિમાન્ડ આજે પૂર્ણ થતા ગુજરાત એટીએસની ટીમ નાઈજીરીયન શખ્સને લઈને રાજકોટ ની અદાલતમાં રજૂ કરશે વધુ રિમાન્ડ મંગાશે કે જેલ હવાલે કરવામાં કરાશે તે કોર્ટમા રજૂ થયા બાદ નક્કી થશે.