જૂનાગઢ રેન્જ સાયબર ક્રાઈમે દિલ્હીથી પકડી લીધો
મેંદરડાના તબીબ સાથે રૂ. 1.32 કરોડની ઠગાઈ કરનાર નાઈજિરિયન ગેંગના માસ્ટરમાઈન્ડ આરોપીને જૂનાગઢ રેન્જ સાયબર ક્રાઇમ પોલીસની ટીમે દિલ્હી ખાતેથી પકડી પાડ્યો હતો.
મેંદરડાના નિવૃત્ત તબીબ જીવરાજભાઈ ભોવાનભાઈ પાનસુરીયા (ઉ.વ. 70) સાથે ફેસબુક એકાઉન્ટ જોન્સન એન્જલસ સાથે ફ્રેન્ડશીપ થયા બાદ આ આ નાઇજરિયન શખ્સ અને તેની ટીમે મળીને આ નિવૃત તબીબ સાથે ફેસબુક તથા વોટસ એપ પર ચેટિંગ તથા વોઇસ કોલિંગ કરી, જવેલરી એક્ઝિબિશનમાં ભાગ લેવા તથા ફેમિલી ટ્રસ્ટ હોસ્પિટલ ચાલુ કરવા તથા એનજીઓના નામે મદદ કરવા તથા લોક ડાઉન માં ફસાયેલા વ્યકતિને શોધવા અલગ અલગ રીતે વિદેશી કરન્સી, સોનાના દાગીના, લેપટોપ, મોબાઈલ મોકલવાની લાલચ આપી, ફરિયાદીને વિશ્વાસમાં લઇ, પાર્સલ મોકલી બાદ પાર્સલ છોડાવવા માટે એક શ્વેતા મિશ્રા તથા મિસ્ટર એડમ તથા જ્યોર્જ તથા અજાણી મહિલા તથા લન્ડન રેન્જર કુરિયર નાઓએ અલગ-અલગ સરકારી ડિપાર્ટમેન્ટ માંથી બોલું છું, તમારે પાર્સલ છોડાવવા ચાર્જ પેટે પૈસા ભરવા પડશે, તેવું જણાવી આરબીઆઇના મેઇલ ઉપરથી તેમજ વોટસ એપ મારફતે મોટી રકમ જુદા જુદા બેંક એકાઉન્ટમાં જમા કરાવી, ફરિયાદી સાથે 1.32 કરોડની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી.
જે ગુનાની તપાસ રીડર બી આઈ.કે. ઝાલા ના માર્ગદર્શન હેઠળ પીઆઈ. આર.વી વાજા તથા વાયરલેસ પી.એસ.આઈ વી.એમ. જોટાણીયા તથા પી.એસ.આઇ. પી.જે. રામાણી તથા ટીમ દ્વારા આ ગુનામાં સંડોવાયેલા આરોપીની તપાસ હાથ ધરી હતી. અને ગુન્હો નાઈજરિયન ગેંગ સામીલ હોવાનુ જાણમાં આવતા પ્રથમ એક નાઈજરિયન શખ્સ પ્રિન્સ યુકુવ હેઝેકિયા ઉર્ફે જ્યોર્જ માર્ટિન ઉર્ફે ઈમન્યુલ ને દિલ્હીથી પકડી પાડવામાં આવ્યો હતો. અને રિમાન્ડ મેળવી પૂછપરછ કરાતા અન્ય આરોપીઓના નામ ખુલ્યા હતા.
દરમિયાન પોલીસ ટીમે આ ગુન્હામાં સંડોવાયેલ અને માસ્ટર માઈન્ડ એવા વધુ એક આરોપી અલીબોર હેનરી સેટરડે ઉર્ફે અકુફો હેનરી ઉર્ફે આલ્બર્ટ (ઉ. વ. 34) ને દિલ્હી ખાતેથી પકડી પાડ્યો છે. અને પોલીસ કસ્ટડીમાં રિમાન્ડ પર લેવામાં આવ્યો છે, આ આરોપીએ આ ગુન્હા ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ આવા પ્રકારના ગુન્હા આચાર્યા હોવાની કબૂલાત આપી છે.
આ આરોપીએ યુપી. માંથી 37,23,392, પશ્ચિમ બંગાળ માંથી 19,00,000, બિહારમાંથી 8,00,000, સુરતમાંથી 20,000, મોરબી માંથી 18,000, યું.પી. કાનપુરથી 21,500, સુરતથી 20,000 મળી કુલ રૂ. 65,51,892 નું ફ્રોડ કર્યું હોવાનુ કબૂલ્યું છે.