રૂ.૩૧૫ કરોડના ડ્રગ્સની ખરીદીમાં નાઈજીરિયન શખ્સનો મહત્વનો ફાળો: દેવભૂમિ-દ્વારકાને મળી મોટી સફળતા
અબતક-વિનાયક ભટ્ટ- જામ ખંભાળિયા
દેવભૂમિ-દ્વારકાના સલાયામાંથી ઝડપાયેલા રૂ.૩૧૫ કરોડના પ્રકરણમાં એસઓજી અને પોલીસને વધુ એક મોટી સફળતા મળી છે. સ્થાનિક પોલીસે દિલ્હીથી નાઈજીરિયન શખ્સને દબોચી લીધો છે. જેની આ ડ્રગ્સની ખરીદીમાં મહત્વની ભૂમિકા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સલાયામાંથી ઝડપાયેલા રૂ.૩૧૫ કરોડના ડ્રગ્સકાંડમાં પોલીસે આરોપી સલીમ કારા, અલી કારા અને સજ્જાદ સિકંદર ધોસીને રિમાન્ડમાં થયેલી કબૂલાતમાં નામ ખુલ્યા બાદ દ્વારકા એસઓજી અને પોલીસે તપાસનો છેડો દિલ્હી સુધી લંબાવ્યો હતો.
જ્યાંથી દેવભૂમિ દ્વારકાના પોલીસે રૂ.૩૧૫ કરોડના ડ્રગ્સ પ્રકરણમાં મૂળ નાઈજીરિયાના શખ્સ થીજીઓકે અમોસ પોલને દિલ્હી ઝડપી પાડ્યો છે. નાઇજીરિયન શખ્સને ઝડપી પાડ્યા બાદ હવે ડ્રગ્સ મામલે હજુ ઘણા મોટા સ્ફોટક ખુલાસા થવાની શકયતા સેવાઇ રહી છે.